IPL 2022: ધોનીએ પોતાના જ પગ મારી કુહાડી? હાર બાદ આ વાતથી ચોંકાવ્યા

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઇન્સ વિરૂદ્ધ 7 વિકેટથી મળેલી આકરી બાદ પોતાના જ એક નિર્ણયને ખોટો ગણાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વિકાર્યું કે ગુજરાત ટાઇન્સ વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય ખોટો હતો. 

IPL 2022: ધોનીએ પોતાના જ પગ મારી કુહાડી? હાર બાદ આ વાતથી ચોંકાવ્યા

IPL 2022, MS Dhoni: ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાત ટાઇન્સ વિરૂદ્ધ 7 વિકેટથી મળેલી આકરી બાદ પોતાના જ એક નિર્ણયને ખોટો ગણાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વિકાર્યું કે ગુજરાત ટાઇન્સ વિરૂદ્ધ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય ખોટો હતો. 

પ્લે ઓફની દોડ પહેલાં જ બહાર થઇ ચૂકેલી ચેન્નઇ સુપર કિંગ્સને પોઇન્ટ ટેબલની ટોપ ટીમ ગુજરાત ટાઇન્સ સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ સીએસકેની નવમી હાર હતી, જેથી ટીમ નવમા સ્થાન પર છે. 

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે 'પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય સારો ન હતો. પહેલાં હાફમાં ફાસ્ટ બોલરને હિટ કરવા મુશ્કેલ હતા, સ્પિનરો વિરૂદ્ધ પણ એવું જ હતું.' 

મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું 'સાંઇ કિશોરે સારી બોલીંગ કરી. અમે શિવમ દુબેને ઉપર મોકલ્યો હતો, પરંતુ એન જગદીશનને ટીમમાં લાવવાનો ઉદ્દેશ્ય પુરો ન થઇ શક્યો. ધોનીએ કહ્યું કે અમે સારી પ્લેઇંગ ઇલેવન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આગામી મેચોમાં પણ એવું જ કરીશું.' 

ગુજરાત ટાઇન્સના કેપ્ટન હાર્દિક પાંડ્યાએ કહ્યું કે તેમના ખેલાડીઓએને કોર ગ્રુપ અંતિમ લીગ તબકકાની મેચમાં પણ રમશે. જોકે તે પહેલાં જ પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી ચૂક્યા છે. હાર્દિક પંડ્યાએ કહ્યું 'જો કોઇ ખેલાડીને આરામ જોઇએ તો અમે જોઇશું, નહીતર અમે લય જાળવી રાખીશું. કોર ગ્રુપને આ જ રીતે રાખવા પડશે. જો ફાસ્ટ બોલર આરામ ઇચ્છે છે, તો અમે રોટેટ કરીશું, નહીતર પ્લેઇંગ ઇલેવન આવી જ રહેશે.' 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news