against

કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેક્ટ સામે ઉત્તર ગુજરાતી ખેડૂતોનો વિરોધ, કોંગ્રેસ પણ ખેડૂતોની પડખે ચડી

બનાસકાંઠાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પ્રસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ અને થરાદમાંથી પસાર થાય છે. જેમાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી 489 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. 

Jul 1, 2021, 10:50 PM IST

AHMEDABAD: કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર અપૂર્વ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ

ખોખરા વોર્ડના હારેલા કોંગ્રેસ ઉમેદવાર સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. અપૂર્વ પટેલ સામે એટ્રોસીટી એકટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ખોખરા મસ્ટર સેન્ટરના મુકાદમ જગદીશ સોઢા અને તેમના પુત્ર અર્જુન સોઢા સામે પણ ધાકધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોખરા પોલીસ મથકમાં આ અંગેની મહિલા દ્વારા અરજી કરવામાં આવી છે. જેના પગલે ચકચાર મચી જવા પામી છે. 

Mar 18, 2021, 08:52 PM IST

Ind vs Eng: જીતના બાદ ભારત માટે ખરાબ સમાચાર, Team India પર કરી મોટી કાર્યવાહી

ICC એ રવિવારે મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્લો ઓવર રેટને લઇને ટીમ ઈન્ડિયા પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

Mar 15, 2021, 08:44 PM IST

બીજાની ગાડી લઇને આપણી દીકરીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવતા લોકો વિરુદ્ધ કડક કાયદો બનશે: નીતિન પટેલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે બાપુનગર અને ગોતામાં જાહેર સભા સંબોધી હતી. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ તમામ સ્ટાર પ્રચારકોએ પ્રચારનાં છેલ્લા દિવસે અનેક સભાઓ સંબોધી હતી. નાગરિકોને ભાજપ પક્ષે મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપનું શાસન પણ જોયું છે. ગુજરાતે આ શાસન દરમિયાન જે વિકાસ કર્યો છે તે નાગરિકો જોઇ શકે છે. જો  કે આ સભામાં તેઓનું મુખ્ય ફોકસ હિંદુ મુસ્લિમોના મુદ્દા પર રહ્યું હતું. 

Feb 18, 2021, 10:18 PM IST

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે: બુટલેગરને પકડવા દરમિયાન તે ઘાયલ થતા પોલીસ સામે જ ફરિયાદ દાખલ !

બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતાં સમયે પોલીસને જોતાં બાઇક સ્લીપ થવાથી બુટલેગર યુવાન ઇજાગ્ર્સ્ત બન્યો , પોલીસે યુવાન સામે પ્રોહિબિશન અને અકસ્માત ના બે અલગ અલગ ગુના દાખલ કર્યા તો બીજી તરફ દારૂની હેરાફેરી કરનાર યુવાનને પોલીસે માર માર્યાના આરોપ સાથે મહિલાઓએ પોલીસ મથકનો ઘેરાવો કરી પોલીસ સામે ફરિયાદ કરવાની માંગ કરતા આખરે, કોન્સટેબલ અને એક જીઆરડી જવાન સામે પાવીજેતપુર પોલીસ મથકમાં 307 જેવી ગંભીર કલમો સાથે ગુનો નોધવામાં આવ્યો છે. 

Feb 4, 2021, 05:37 PM IST

આરોપીઓને જેલમાં 'મહેલ' જેવી સગવડ આપનારા જેલર વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ

જિલ્લાના ગોંડલ સબ જેલના જેલર ડી.કે.પરમાર વિરુધ્ધ GUJCTOC હેઠળ ફરિયાદ નોંધાઇ છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી.કે પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોવાની સામે આવતા નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી હતી. જે બાદ જેલર ડી.કે.પરમારનું નામ પણ ખુલતા ધરપકડ કરી વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયા હતા.

Dec 25, 2020, 09:06 PM IST

મહેસાણા બેંકનો કર્મચારી બેંક પર આરોપ લગાવી ગુમ, સામે આવ્યું ધિરાણ કૌભાંડ

* મહેસાણા અર્બન બેંક વિવાદ માં સપડાઈ
* બેંક કર્મચારી ભરત પટેલ ગુમ થતા વિવાદ સર્જાયો
* ભરત પટેલે ચેરમેન સામે આક્ષેપો કરતી સુસાઇડ નોટ લખી ગાયબ
* ગુમ થવાના વિવાદો વચ્ચે ધિરાણ કૌભાંડ ના આક્ષેપ
* બેંક નું રાજકારણ બેંક ને બદનામ કરવા માં જવાબદાર હોવાનું અનુમાન

Sep 29, 2020, 10:48 PM IST

નડિયાદમાં વ્યાજખોરોએ 91 લાખ રૂપિયાની સામે 4 કરોડ રૂપિયા પડાવ્યા અને તેમ છતા પણ...

શહેરમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીએ વ્યાજે લીધેલા ૯૧ લાખ રૂપિયા સામે સાડા ચાર કરોડ રૂપિયા જેટલું માતબર વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો હેરાન-પરેશાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક સમયાંતરે વધી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી પાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપ શાહની આત્મહત્યાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યાં વધુ એક વ્યાજના ચક્કરની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. કલ્પેશ શાહ નામના ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે 4 વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી તેણે રૂપિયા ૯૧ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ ચાર વર્ષમાં તેણે સાડા ચાર કરોડ જેટલું માતબર વ્યાજ ચૂક્યું હોવા છતાં વ્યાજખોરો તેને શારીરિક, માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે.  જેના કારણે નાછૂટકે તેણે પોલીસનો સહારો લેવાની જરૂર પડી છે. પોલીસે પણ ફરિયાદીની હકીકત જાણતા ફરિયાદીએ જણાવેલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Sep 19, 2020, 06:00 PM IST

ભ્રષ્ટાચારનો ભોરિંગ ગરીબોના રોટલા પણ છીનવે છે! બનાસકાંઠામાં મનરેગા કૌભાંડ આવ્યું સામે

જિલ્લામાં મનરેગા કૌભાંડ એક બાદ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. અમીરગઢના બાલુન્દ્રા ખાતે થયેલા મનરેગા કૌભાંડ બાદ હવે પાલનપુરના સલેમપુરામાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે બાલુન્દ્રા મુકામે થયેલા ભ્રષ્ટાચારમાં સરપંચ તેમજ ગ્રામસેવકની પોલીસે ધરપકડ કરી છે.

Sep 5, 2020, 11:00 PM IST

વેરાવળમાં સોસાયટી વચ્ચે આવેલી હોસ્પિટલમાં Covid સેન્ટર શરૂ કરાતા સ્થાનિકોનો વિરોધ

વડામથક વેરાવળમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોવિડ હોસ્પિટલની મંજૂરી મામલે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુંદરમ એપાર્ટમેન્ટના સ્થાનિક મહિલાઓ, બાળકો એ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. તો કોવીડ હોસપીટલ માટે પાર્કિંગ, ફાયર સેફટી સહિત ના નીતિ નિયમોને નેવે મૂકી મંજૂરી આપવા પેરવી હાથ ધરાઇ રહેણાંક મકાન ભાડે રાખી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત હાથ ધરાતા 350થી વધુ રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા છે. 

Sep 4, 2020, 11:50 PM IST

સુરત: BOB માં 2.27 કરોડની લોનનું કૌભાંડ, ત્રણ પૂર્વ મેનેજર સહિત 24 સામે પોલીસ ફરિયાદ

એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને તેના કારણે અર્થવ્યવસ્થાને પારવાર નુકસાન થયું છે, તેવામાં રાજ્યનાં આર્થિક પાટનગર સમાન સુરત શહેરમાં બેંક લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડામાંથી અલગ અલગ બહાને અને બોગસ ક્વોટેન પર અલગ અળગ સ્કીમ હેઠળ લોન લઇને સમય પર નહી ભરીને છેતરપિંડી કરી છે. જેમાં બેંક તરફથી ત્રણ તત્કાલિન બેંક મેનેજરો અને મહિલાઓ સહિત 24 આરોપીઓ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

Aug 26, 2020, 12:24 AM IST

ભાણવડના તબીબ સાથે થયેલી 75 લાખ રૂપિયાની છેતરપિંડીમાં આવ્યો ચોંકાવનારો વળાંક

  ભાણવડના તબીબ સાથે થયેલી રૂ. પોણો કરોડની છેતરપિંડી પ્રકરણમાં બેંક ખાતા ધારક ઝડપાયો. અંકલેશ્વરનો આરોપી સાત દિવસના રિમાન્ડ પર અન્ય આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર તબીબી જગતમાં ચર્ચાસ્પદ એવા ભાણવડના તબીબ સાથે થયેલી રૂપિયા પોણો કરોડ જેટલી છેતરપિંડી પ્રકરણમાં દેવભૂમિ  જિલ્લા પોલીસે અંકલેશ્વરથી એક શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના બેંક એકાઉન્ટમાં ચોક્કસ રકમ જમા થઈ હતી. જ્યારે અન્ય શખ્સોને પણ ઝડપી લેવા પોલીસે પગેરૂં દબાવ્યું છે.

Jul 14, 2020, 08:28 PM IST

કથિત હાઇ સિક્યોરિટી જેલમાં કેદીએ આપઘાત કરતા ચકચાર, જેલતંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલ

શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં એક કેદીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઝાડ પર કપડા વડે લટકીને આપઘાત કરતા જેલ પ્રશાસન પર સવાલો ઉઠ્યા. અત્યાર સુધી સાબરમતી જેલમાં મોબાઈલ ફોન પકડાયને અધિકારીઓ કે પ્રશાસન વિવાદમાં આવ્યા. પણ હવે એવી ઘટના સામે આવી કે જેનાથી ફરી એક વાર પ્રશાસન પર સવાલો ઊઠ્યાં છે.

Jun 26, 2020, 09:02 PM IST

GPCB ના ક્લાસ વન અધિકારી વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ, ધરાવે છે કરોડોની સંપત્તી

એન્ટી કરપ્શન બ્યુરો એ અપ્રમાણસર મિલકતનો એક ગુનો GPCBના કલાસ વન અધિકારી સામે નોંદ્યયો છે. આરોપી ગિરિજા શંકર સાધુ પાસેથી 68 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી અને તપાસ દરમ્યાન 7 બેંક અકાઉન્ટ મળી આવ્યા હતા. ઉપરાંત હવે ACB તેમના પરિવાર અને આરોપી એ અન્ય કોઈના નામે મિલકત લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. 

Jun 26, 2020, 07:22 PM IST

વડોદરા: કારેલીબાગમાં કબ્રસ્તાન બનાવવાની હિલચાલથી સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

વડોદરા શહેરના કારેલીબાગ ખાસવાડી સ્મશાનની સામેના ખુલ્લા મેદાનમાં અચાનક સફાઇ ચાલુ કરી દેવાતા સ્થાનિક સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ જગ્યાએ સ્મશાન કબ્રસ્તાન બનાવવામાં આવવાનું હોવાની માહિતી સ્થાનિક લોકોને મળી હતી. જેના પગલે તેનો વિરોધ ચાલુ થયો હતો.

May 2, 2020, 06:51 PM IST

વડોદરા: સફાઇ કર્મચારીઓની હડતાળ બાદ હવે કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવની હડતાળ

વડોદરા મહાનગરપાલિકાનાં 1254 હંગામી સફાઇ કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો છે. જો કે હવે કોન્ટ્રાક્ટ પર રહેલા ડ્રાઇવર દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. 300થી વધારે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે હડતાળ પાડી દેવામાં આવછે. આ કર્મચારીઓની માંગ છે કે જ્યાં સુધી તેમને કાયમી કરવામાં નહી આવે ત્યાં સુધી ગાંધીચિંધ્યા માર્ગે જ હડતાળ યથાવત્ત રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. તેમનો આરોપ છે કે તેઓ 15 વર્ષથી આ પ્રકારની કામગીરી નિભાવી રહ્યા છે.

Feb 20, 2020, 07:08 PM IST

બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઇ વધારે એક ફરિયાદ, 28 લાખનો ચુનો ચોપડ્યોં

ચીટર બિલ્ડર વિપુલ પટેલ સામે નોંધાઈ વધુ એક ફરીયાદ. અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશનમમાં 28 લાખ રુપીયાની છેતરપીંડી કરી હોવાની વધુ એક ફરીયાદ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેવી રીતે આ વિપુલ પેટલ લોકો સાથે છેતરપીંડી આચરી રહ્યો છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા પુજાબેન તેજસભાઈ શાહે વર્ષ 2013માં વાસણા ગામની સીમમાં ગોપીનાથ એન્ડ જૈન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ધંધોના ઉપટોગમાટે ગોડાઉન ફરીદવા માટે ગયા હતા. ત્યારે આ પાર્કનો વહિવટ વિપુલભાઈ પટેલ ધ્વારા કરવામાં આવતો હતો. વિપુલભાઈએ ગોડાઉનની કિમંત 28 લાખ 71 હજાર રુપીયા બતાવી હતી. જોકે વિપુલે તેજસભાઈને વિશ્વામાં લઈને એક વર્ષની અંદર 28 લાખ રુપીયા લઈને સહીસીક્કાવાળો એલોટમેન્ટ લેટર આપી દીધો હતો. ત્યાર બાદ તેમના ગોડાઉનનુ કામ ચાલે છે તેમ કહીને છલ્લા 6 વર્ષથી બનાવતો હતો.

Jan 30, 2020, 11:45 PM IST

ઇનામદારV/S ઇમાનદાર: ભટ્ટ સાહેબે કાયદો પાળ્યો, કેતન ભાઇએ વટ્ટનો મુદ્દો બનાવ્યો?

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.

Jan 23, 2020, 12:41 AM IST

ACB પી.આઇ ચાવડાની કૌભાંડની કલગીમાં વધારે એક પીંછુ ઉમેરાયું! જૂનાગઢમાં ફરિયાદ

તાજેતરમાં અમદાવાદમાંથી ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા સામે લાંચ માંગવાની વધુ એક ફરિયાદ જૂનાગઢ એસીબીએ નોંધી તપાસ રાજકોટ એકમને સોપી છે. 

Dec 30, 2019, 10:05 PM IST