MI vs CSK Playing 11: મુંબઈની પલટનને ઢેર કરશે યેલ્લો આર્મી? જાણો કેવી હોઈ શકે છે એલ ક્સાસિકોમાં બંને ટીમની પ્લેઇંગ 11

MI vs CSK Probable playing 11: મુંબઈ અને ચેન્નઈની રાઇવલરી આઈપીએલની સૌથી રોચક રાઇવલરી છે. ફેન્સ આ મુકાબલાને જોવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે. 

MI vs CSK Playing 11: મુંબઈની પલટનને ઢેર કરશે યેલ્લો આર્મી? જાણો કેવી હોઈ શકે છે એલ ક્સાસિકોમાં બંને ટીમની પ્લેઇંગ 11

મુંબઈઃ આઈપીએલમાં જે મેચની રાહ દર્શકો આતૂરતાપૂર્વક જુએ છે તે છે મુંબઈ વિરુદ્ધ ચેન્નઈ. સીઝનમાં પ્રથમવાર બંને ટીમો વચ્ચે આ મહામુકાબલો આજે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલની બે સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનાર આ મુકાબલાને આઈપીએલનો 'એલ ક્લાસિકો' પણ કહે છે. 

પરંતુ બંને ટીમોએ આ સીઝનની શરૂઆત હારની સાથે કરી હતી. મુંબઈને જ્યાં પહેલા મુકાબલામાં રોયલ ચેલેન્જર બેંગલોરે આઠ વિકેટથી હરાવ્યું હતું તો ચેન્નઈને પણ લીગના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે પરાજય આપ્યો હતો. પરંતુ યેલ્લો આર્મીએ બીજા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને જીતનો સ્વાદ ચાખી લીધો છે.

આવી સ્થિતિમાં જો બંને ટીમો આજે મેદાનમાં ઉતરશે તો મુંબઈ પ્રથમ જીત નોંધાવવાનો પ્રયાસ કરશે જ્યારે ચેન્નાઈની ટીમ વિજય રથને આગળ લઈ જવા ઈચ્છશે. બંને ટીમો યુવા ખેલાડીઓ પર નિર્ભર રહેશે. છેલ્લી મેચમાં તિલક વર્માએ મુંબઈની ઈનિંગ્સને સંભાળી હતી, જેને પંજાબના નેહલ વાધેરાને સપોર્ટ મળ્યો હતો. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડે છેલ્લી બે મેચમાં ચેન્નાઈને સારી શરૂઆત અપાવી છે. નોંધપાત્ર વાત એ છે કે, ચેન્નાઈના બોલરોએ એક્સ્ટ્રા રન પર અંકુશ લગાવવો પડશે.

મહત્વની મેચ માટે બંને ટીમોની સંભવિત પ્લેઇંગ XI:
ચેન્નઈ સુપર કિંગ્સઃ ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડૂ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, એમએસ ધોની, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, રાજવર્ધન હંગારગેકર.

ઇમ્પેક્ટ પ્લેયર્સઃ તુષાર દેશપાંડે, અજિંક્ય રહાણે, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ઈશાન કિશન, કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, ઋતિક શૌકીન, નેહલ વાઢેરા, જોફ્રા આર્ચર, અરશદ ખાન, જેસન બેહરનડોર્ફ.

ઇમ્પેક્ટ પ્લેયર્સઃ શ્મ્સ મુલાની, પીયૂષ ચાવલા, અર્જુન તેંડુલકર, રમનદીપ સિંહ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news