IPL Auction 2019: આ સ્ટાર ખેલાડીઓને કોઇ ખરીદાર ન મળ્યા
નીલામીમાં 351 ખેલાડીઓ પર બોલી લગાવામાં આવી, જેમાંથી માત્ર 70 ખેલાડીઓને ખરીદાર મળ્યા હતા તથા મોટા ભાગના ખેલાડીઓને કોઇ પણ ખરીદાર મળ્યા નહિ, જેમાં ડેલ સ્ટેન અને મૈક્કુલમનો સમાવેશ થાય છે.
Trending Photos
નવી દિલ્હી: આઇપીએલ 2019ની નીલામીમાં 351 ખેલાડીઓ પર બોલી લગાવામાં આવી હતી. જેમાંથી માત્ર 70 ખેલાડીઓને ખરીદાર મળ્યા હતા. મોટા ભાગના ખેલાડીઓ રેસથી બહાર થઇ ગયા હતા. પરંતુ આ નીલામીમાં કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ પણ છે જેમને કોઇ પણ ટીમ ખરીદવા માટે તૈયાર થઇ નહિ. જેમાં કોરી એન્ડરસન, જેલ સ્ટેન જેવા નામનો પણ સમાવેશ થાય છે. આ ખેલાડીઓનો કોઇ પણ ટીમના સમાવેશ થયો નથી. આઇપીએલની નીલામીમાં કુલ 60 ખેલાડીઓ વેચાય હતા. જમાંથી 40 ભારતીય અને 20 વિદેશી છે.
પહેલી બોલીમાં યુવરાજ સિંહ અને માર્ટિન ગુપ્ટિલને પણ કોઇ ખરીદદાર મળ્યા ન હતા. પરંતુ બીજી બોલીમાં માર્ટિન ગુપ્ટિલ અને યુવરાજ સિંહને તેમની બેસ પ્રાઇસમાં ખરીદી લેવામાં આવ્યા હતા. યુવા ખેલાડીઓમાં સૌથી વધારે ચોકાવનાર રજનીશ ગુરબાની હતો, તેને સતત બીજા વર્ષે પણ કોઇ ટીમે ખરીદ્યો નહિ. ગૂરબાની ધરેલુ મેચોમાં જોરદાર પ્રદર્શન કરનારો ખેલાડી છે. ગત રણજી સીઝનમાં તે વિદર્ભની જીતનો સૌથી મોટો હીરો બન્યો હતો. પરંતુ આ વખતે પણ તેને કોઇ પણ ખરીદદાર મળ્યો નહિ.
વધુમાં વાંચો....IPL 2019 Teams: હરાજી બાદ જાણો કઈ ટીમમાં છે ક્યા-ક્યા ખેલાડી
આ ખેલાડીઓ પણ ન વેચાય
ડેલ સ્ટેન, મોર્ન મોર્કલ, કુશાલ પેરેરા, મુશફિકર રહીમ, લ્યુક રોંચી, જેસન હોલ્ડર, પરવેઝ રસુલ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યુઝ, જેમ્સ નીશમ, હાશીમ અમલા, સૌરભ તિવારી, શૌન માર્શ, ઉસ્માન ખ્વાજા, રજનીશ ગુરબાની, ઇશાન પોરેલ, ક્રિસ જોર્ડન , ક્રિસ વોક્સ, બ્રેન્ડન મેકકુલમ, એલેક્સ હેલ્સ, ચેતેશ્વર પૂજારા, મનોજ તિવારી, કૈસ અહમદ, સત્યજીત બચ્ચવ, રૌલી રૂસો, મનપ્રીત ગ્રેવેલ અને ડેનિયલ ક્રિસ્ટી.
આયુવા ખેસાડીઓ પણ રહ્યા અનસોલ્ડ
અભિમન્યુ મિથુન, વિનય કુમાર, ગિલેન ફિલિપ્સ, રિશી ધવન, રીજા હેન્ડ્રીક, હરજતઉલ્લા જજાઇ, મુરુગન અશ્વિન, રવિ સાંઈ કિશોર, કેસી કરિઅપ્પા, ઝહીર ખાન પક્તિન, યુવરાજ ચુડાસમા, જે સુચિત, નાથુ સિંહ, તુષાર દેશપાંડે, ચામા મિલિંદ, અનિકેત ચૌધરી, અરુણ કાર્તિક, કેએસ ભારત, અંકુશ બૈંસ, અનુજ રાવત, બાબા ઇન્દ્રજિત, સેલઉન જેકસન, જલજ સક્સેના, આયુષ બદોની, અરમાન જાફર, અનમોલ પ્રીત સિંહ, અંકિત બાવને, સચિન બેબી, ફવાદ અહમદ , કૈરી પિયરે, એડમ જમ્પા, રાહુલ શર્મા, બેન મૈકડરમોટ, નમન ઓઝા, અભિમન્યુ ઇશ્વરન, પ્રવીણ દુબે, મયંક ડાગર, લલિત યાદવ, તન્મય મિશ્રા, સ્વપ્નિલ સિંઘ, સૈરાજ પાટિલે, કરણવીર કૌશલ, લૌરી ઇવાંસ, લેવિસ ગ્રેગરી, પેટ્રિક બ્રાઉન, અલી ખાન, હિમાંશુ રાણા,બાબા અપરાજિત, કેદાર દેવધર, વિષ્ણુ વિનોદ અને સંદીપ વોરિયરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે