IPL-11: નવરાશની પળોમાં ગેલને હિન્દી બોલતા શિખવે છે યુવરાજ
આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓ ખૂબ મસ્તી કરી રહ્યાં છે.
- આઈપીએલની 11મી સીઝનમાં પંજાબની ટીમમાં છે ક્રિસ ગેલ
- જાન્યુઆરીમાં થયેલી હરાજીમાં પ્રીતિ ઝિંટાએ બે કરોડમાં ગેલને ખરીદ્યો
- પ્રથમ મેચમાં દિલ્હી ડેયરડેવિલ્સ સામે પંજાબે મેળવી હતી જીત
Trending Photos
મોહાલીઃ આઈપીએલ સીઝન 11ના રોમાંચની શરૂઆત થઈ ગઈ છે, આ સાથે મેદાનની બહાર અને અંદર ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. પોતાની પ્રથમ મેચમાં ધમાકેદાર જીતની સાથે શરૂઆત કરનારી કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓ એકબીજા સાથે સમય પસાર કરી રહ્યાં છે અને મસ્તીનો કોઈ મોકો ગુમાવતા નથી.
હાલમાં કિંગ્સ ઈલેવન પંજાબના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તે કેપ્ટન આર. અશ્વિન અને ક્રિસ ગેલની સાથે દેખાઈ રહ્યો છે.
આ તસ્વીરમાં ત્રણેય ખેલાડીઓ ખૂબ ખુશ નજર આવી રહ્યાં છે. આ સાથે યુવરાજે આ ફોટો કેપ્શનમાં લખ્યું છે 'જ્યારે યૂનિવર્સલ બોસ હિન્દી બોલે છે! યાત્રા બાદ શૂટિંગ.'
મહત્વનું છે કે આ કેપ્શન યુવરાજ સિંહે ક્રિસ ગેલ માટે લખ્યું છે અને ભારતીય ખેલાડી યુવરાજ સિંહ આઈપીએલ દરમિયાન નવરાશની પળોમાં ગેલને હિન્દી શિખવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે