પાટણ અને ભૂજમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતૂર બન્યા

હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ સહિત ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી હતી ત્યારે આજે પાટણ, રાધનપુર, ભૂજમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

પાટણ અને ભૂજમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતૂર બન્યા

અમદાવાદ: હવામાન વિભાગે આગાહી કરી છે કે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ સહિત ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી હતી ત્યારે આજે પાટણ, રાધનપુર, ભૂજમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત ગઇકાલે અમીરગઢ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો. વરસાદને કારણે તાપમાનમાં તો રાહત થઇ હતી પણ સાથો સાથે ડુંગળી, સ્ટ્રોબેરી જેવા પાકોને નુકશાન થવાની પણ ભીતી ઉભી થઇ હતી.

કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કમોસમી વરસાદથી ઘઉના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે અમદાવાદનું આજનું મહત્તમ તાપમાન 39 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.7 ડીગ્રી નોંધાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ગિરીમથક સાપુતારા ડાંગ જિલ્લામાં રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લાના પૂર્વ પટીના સુબીર તાલુકામાં બોપરબાદ કાળા ડિબાંગ વાદળો સાથે ગાજ વીજ સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. પીપલદહાડ, આમસરપાડા, વાહુતીયા, ઝાકરાયાબારી વિસ્તારમાં વરસાદ પડતાં શાકભાજી , ડુંગરી, સ્ટ્રોબેરી, જેવા પાકોને નુકસાનનો ભય ઉભો થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news