Video: ફરી એકવાર ધોનીની નકલ કરવામાં નિસફળ રહ્યો ઇશાન કિશન
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં વરસાદ બાદ વીજેડી સિસ્ટમ દ્વારા ઝારખંડે મહારાષ્ટ્રને આઠ વિકેટથી હરાવી દીધુ હતું. આ રીતે ઝારખંડ સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે.
Trending Photos
નવી દિલ્હી: હાલમાં જ ઝારખંડ અને મહારાષ્ટ્રની વચ્ચે વિજય હાજારે ટ્રોફીની ક્વોર્ટર ફાઇનલ મેચ રમાઇ હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં વરસાદ બાદ વીજેડી સિસ્ટમ દ્વારા ઝારખંડે મહારાષ્ટ્રને આઠ વિકેટથી હરાવી દીધુ હતું. આ રીતે ઝારખંડ સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે. આ મેચમાં ઝારખંડની તરફથી વિકેટકીપિંગ કરી રહેલા ઇશાન કિશને ફેન્સને મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કરાવી દીધો હતો.
આ મેચમાં ઇશાન કિશન બેટિંગથી તો ફેન્સનું દિલ જીતી શક્યા ન હતા, પરંતુ ધોનીની જેમ વિકેટકીપિંગ કરવાના પ્રયત્નથી લોકો ખુશ થઇ ગયા હતા. વિકેટકીપિંગ દરમિયાન ઇશાને મહેન્દ્ર સિંહ ધોનીની નકલ કરી રાહુલ ત્રિપાઠીને આઉટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે, તે તેના આ પ્રયાસમાં નિસફળ રહ્યો હતો.
That's what happens when you rub shoulders with #MSDhoni... Class act @ishankishan51https://t.co/Bo3u3LvN4v
— Dhairya Ingle 🇮🇳 (@dhairya_001) October 15, 2018
રાહુલ ત્રિપાઠી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે શાહબાઝ નદીમ બોલીંગ કરી રહ્યો હતો. રાહુલે બોલને આગળ વધીને રમવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ સ્પિન થઇને અંદરની તરફ જતો રહ્યો હતો. બોલ બેટ્સમેનના પેડને ટચ કરી ઇશાનની પાસે ગયો હતો. ઇશાન કિશને બોલને પકડી પાછળ ફર્યા વગર જ થ્રો માર્યો હતો. જેના કારણે ગિલ્લીઓ તો ઉડી ગઇ પરંતુ ત્રિપાઠી ક્રીઝમાં પહોંચી ગયો હતો.
તમને જણાવી દઇએ કે ઇશાને દિલીપ ટ્રોફી દરમિયાન પણ ઘોનીની નકલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તે સમયે પણ ઇશાન નિસફળ રહ્યો હતો. પરંતુ જે રીતે ઇશાન કિશન સતત ધોનીને ફોલો કરી રહ્યો છે. તેને જોઇને એવું લાગે છે કે તે ધોની જેવો બનાવ માંગે છે. માટે ધોનીના નક્શાકદમ પર ચાલીને સફળ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
ઉલ્લેખની છે કે આઇપીએલ દરમિયાન ધોનીએ સ્ટંપ્સ જોયા વગર પગની વચ્ચેથી બોલ થ્રો કરીને વિકેટ લીધી હતી. આ ઘટના આઇપીએલ 10 દરમિયાન બની હતી. આ પહેલા ન્યૂઝીલેન્ડની સામે સીરીઝમાં પણ ધોનીએ સ્ટંપ જોયા વગર રોસ ટેલરને રન આઉટ કર્યો હતો.
તમને જણાવી દઇએ કે ટોસ હારી પહેલા બેટિંગ કરવા આવેલી મહારાષ્ટ્રની ટીમે 42.2 ઓવરમાં 181 રનનો સ્કોર બનાવ્યો છે. આ મેચમાં વરસાદે બે વખત રમત બંધ કરાવી હતી અને એવામાં ઝારખંડને પહેલી 47 ઓવરમાં 147 રનનો સ્કોર હાંસલ કરવાનું લક્ષ્ય મળ્યું હતું. જોકે બીજી બાજૂ વરસાદની એન્ટ્રી થઇ હતી. ત્યારબાદ ઝારખંડને 34 ઓવરમાં 127 રનનુ લક્ષ્ય મળ્યું હતું. જેને ટીમે 32.2 ઓવરમાં બે વિકેટના નુકાસાન પર હાંસલ કર્યું હતુ. રોહિત મોટવાનીએ 52 રનની અર્ધશતકીય પારીના દમ પર મહારાષ્ટ્રને 181 રનનો સ્કોર ઉભો કર્યો હતો. તેમાં કેપ્તાન રાહુલ ત્રિપાઠીના 47 રનની પારીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઝારખંડ માટે આ મેચમાં અનુકૂલ રોયે સૈથી વધુ ત્રણ વિકેટ લીધી છે, ત્યારે રાહુલ શુક્લાને ત્રણ સફળતા મળી હતી. આ ઉપરાંત, વરૂણ એરોને બે અને શાહબાઝ નદીમે એક વિકેટ હાંસલ કરી હતી.
ત્યારબાદ, ઝારખંડને શાહશીમ સંજય રાઠોડે ફિફ્ટી મારી અને કેપ્તાન ઇશાન કિશન 28 રન તથા સૌરભ તિવારી 29 રનની સારી બેટિંગ કરી વીજેડી પ્રણાલીથી મળ્યા 127 રનના લક્ષ્યને હાંસલ કરી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં મહારાષ્ટ્રના શ્રીકાંત મુંઘે સમાદ ફલાહે એકએક વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે