WTC Final પહેલા રોહિત સામે મોટો સવાલ, વિકેટકીપર તરીકે ઈશાન કે ભરત કોની કરવી પસંદગી?

WTC Final: ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટક્કર માટે તૈયાર છે. આ મહામુકાબલા પહેલા કેપ્ટન રોહિત શર્માની સામે મોટો સવાલ છે કે પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપર તરીકે કોને રાખવામાં આવે. તેની પાસે ઈશાન કિશન અને કેએસ ભરતના રૂપમાં બે વિકલ્પ છે. 

WTC Final પહેલા રોહિત સામે મોટો સવાલ, વિકેટકીપર તરીકે ઈશાન કે ભરત કોની કરવી પસંદગી?

લંડનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (WTC Final)શરૂ થવામાં હવે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે. 7 જૂનથી ઓવલના મેદાન પર ટીમ ઈન્ડિયાની સામે ઓસ્ટ્રેલિયાનો (IND vs AUS) પડકાર હશે. આ ફાઈનલમાં પ્લેઇંગ ઇલેવનને લઈને ટીમ ઈન્ડિયાની સામે મોટો સવાલ છે. ટીમનો બેટિંગ અને બોલિંગ ક્રમ તો સેટ છે. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપરને લઈને હજુ સવાલ છે. રોહિત શર્માની ટીમની પાસે ઈશાન કિશન (Ishan Kishan) અને કેએસ ભરત (KS Bharat)ના રૂપમાં બે વિકલ્પ છે. 

કેએસ ભરતની પાસે મેચ પ્રેક્ટિસ નહીં
કેએસ ભરત આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સનો સભ્ય હતો. તેને એકપણ મેચ રમવાની તક મળી નહીં. માત્ર એક મુકાબલામાં સાહા ઈજાગ્રસ્ત થતાં તે સબ્સીટ્યૂટના રૂપમાં કીપિંગ કરવા ઉતર્યો હતો. પરંતુ તેણે ટૂર્નામેન્ટમાં બેટિંગ કરી નથી. ભરતે ઓસ્ટ્રેલિયા સામે આ વર્ષે ટેસ્ટ મેચમાં પર્દાપણ કર્યું હતું. ત્યાં તે પોતાની બેટિંગથી પ્રભાવિત કરી શક્યો નહીં પરંતુ તેની કીપિંગ જોરદાર રહી હતી. 

ઈશાનની પાસે ટેસ્ટનો અનુભવ નથી
ટીમ ઈન્ડિયાની પાસે વિકેટકીપરના રૂપમાં બીજો વિકલ્પ ઈશાન કિશનનો છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઈશાન કિશને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું નથી. તે ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝમાં ટીમનો સભ્ય હતો. પરંતુ આઈપીએલ દરમિયાન ઈશાન કિશને મુંબઈ તરફથી દરેક મેચ રમી હતી. 15 મેચમાં તેણે 30.27ની એવરેજ અને 142.76ની સ્ટ્રાઇક રેટથી 454 રન બનાવ્યા હતા. 

કોને મળશે અંતિમ 11માં તક?
ઋષભ પંતના ઈજાગ્રસ્ત થયા બાદ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં વિકેટકીપરનું સ્થાન ખાલી થયું હતું. મેચ પ્રેક્ટિસ જોવામાં આવે તો ઈશાન કિશનની જગ્યા ટીમમાં બને છે. સાથે તે ડાબા હાથનો બેટર છે. ટીમના ટોપ ઓર્ડરમાં લેફ્ટી બેટર કોઈ નથી. આ વાત પણ ઈશાન કિશનના પક્ષમાં જાય છે. તે આક્રમક બેટિંગ કરી શકે છે. પરંતુ જો ટીમ મેનેજમેન્ટ માત્ર વિકેટકીપિંગને પ્રાથમિકતા આપે છે તો ભરતની પસંદગી નક્કી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news