IPL ટીમ KKRને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ

જેક કાલિસ સિવાય સહાયક કોચ સાઇમન કેટિસે પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
 

IPL ટીમ KKRને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજે છોડ્યો ટીમનો સાથ

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના હેડ કોચ જેક કાલિકે રાજીનામું આપી દીધું છે. રવિવાર 14 જુલાઈએ કેકેઆરે આ વાતની જાહેરાત કરી કે જેક કાલિસની સાથે-સાથે સપોર્ટ સ્ટાફે પણ ફ્રેન્ચાઇઝીને અલવિદા કહી દીધું છે. 

જેક કાલિસ સિવાય સહાયક કોચ સાઇમન કેટિસે પણ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે. આફ્રિકાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે 2011મા કેકેઆરની સાથે ખેલાડી તરીકે જોડાયો હતો. ત્યારબાદ તેને હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. 9 વર્ષથી તે ટીમની સાથે હતો. 

જેક કાલિસે 400 રન બનાવી અને 15 વિકેટ ઝડપીને ટીમને આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી. વર્ષ 2012મા ગંભીરની આગેવાનીમાં ટીમે સીએસકેને ફાઇનલમાં પરાજય આપ્યો હતો. ત્યારબાદ બે વર્ષ પછી કેકેઆર ફરી ચેમ્પિયન બન્યું હતું. પરંતુ વર્ષ 2015મા જેક કાલિસ ફેન્ચાઇઝીની સાથે બેટિંગ સલાહકાર જોડાયો હતો. 

કેકેઆરના સીઈઓ વેંકી મૈસૂરે જેક કાલિસના સહયોગની પ્રશંસા કરી છે અને કહ્યું કે, તે કેએઆર પરિવારનો મહત્વનો ભાગ રહેશે. બીજીતરફ જેક કાલિસે કહ્યું કે, તે નવી તક માટે કેકેઆરને અલવિદા કહી રહ્યો છે. તે ખેલાડી ટીમ માલિક અને મેનેજમેન્ટનો આભારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news