US Open 2020: નાઓમી ઓસાકાએ બીજીવાર જીત્યું યૂએસ ઓપનનું ટાઇટલ, ફાઇનલમાં અઝારેન્કાને હરાવી
US Open Women's Single Final Result: જાપાનની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા (Naomi Osaka)એ યૂએસ ઓપન (US OPEN) મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.
Trending Photos
ન્યૂયોર્કઃ જાપાનની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા (Naomi Osaka)એ યૂએસ ઓપન (US OPEN) મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. આર્થર એસ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં તેણે બેલારૂસની વિક્ટોરિયા અઝારેન્કાને પરાજય આપ્યો હતો. પહેલો સેટ ગુમાવ્યા બાદ તેણે મેચમાં શાનદાર વાપસી કરી હતી. ઓસાકાએ અઝારેન્કાને 1-6,6-3,6-3થી હરાવી ગ્રાન્ડસ્લેમની ટ્રોફી જીતી હતી.
યૂએસ ઓપન મહિલા સિંગલ્સનો આ ફાઇનલ મુકાબલો યૂએસટીએ બિલી જીન્સ કિંગ નેશનલ ટેનિસ સેન્ટરમાં રમાયો હતો. માત્ર 22 વર્ષની ઓસાકાનું આ બીજું યૂએસ ઓપન અને ઓવરઓલ ત્રીજું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે.
No woman has come back from a set down in the #USOpen final since 1994.@naomiosaka made sure that streak didn't continue. pic.twitter.com/nPgEamCSQG
— US Open Tennis (@usopen) September 13, 2020
અઝારેન્કા ત્રીજીવાર યૂએસ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેણે આ વખતે પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલા તે 2012 અને 2013મા પણ યૂએસ ઓપનની ફાઇનલમાં પહોંચી પરંતુ બંન્નેવાર સેરેના વિલિયમ્સના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે