બ્લેક બોલ સ્ક્વોશઃ જોશના ચિનપ્પાએ વર્લ્ડ નંબર-6 સારાહને હરાવી ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ

જોશનાની મહિલા સિંગલ્સમાં હાલની વર્લ્ડ રેન્કિંગ 14, તે જુલાઈ 2016માં 10માં નંબર સુધી પહોંચી હતી. 
 

 બ્લેક બોલ સ્ક્વોશઃ જોશના ચિનપ્પાએ વર્લ્ડ નંબર-6 સારાહને હરાવી ક્વાર્ટરમાં કર્યો પ્રવેશ

કાઇરોઃ ભારતીય મહિલા સ્ક્વોશ ખેલાડી જોશના ચિનપ્પાએ બુધવારે અહીં બ્લૈક બોલ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટના અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો વર્લ્ડ નંબર-5 જોલી કિંગ સામે થશે. ચિનપ્પાએ પ્રી-ક્વાર્ટર  ફાઇનલમાં વર્લ્ડ નંબર-6 અને ટૂર્નામેન્ટમાં છઠ્ઠી વરિયતા પ્રાપ્ત સારાહ જેન પેરીને 1-4, 6-11, 14-12, 11-9થી પરાજય આપ્યો હતો. 

જોશનાએ પ્રથમ રાઉન્ડમાં આઠ વખતની વર્લ્ડ ઓપન ચેમ્પિયન મલેશિયાની નિકોલ ડેવિડને 11-8, 11-6, 12-10થી પરાજય આપ્યો હતો. પીએસએ વર્લ્ડ ટૂર ગોલ્ડ ઈવેન્ટમાં રમી રહેલી ચિનપ્પાએ કરિયરમાં ત્રીજીવાર નિકોલને હરાવી હતી. ચિનપ્પા એશિયન ગેમ્સમાં પણ નિકોલને હરાવી ચુકી છે. નિકોલે એશિયન ગેમ્સમાં 7, કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news