Kuldeep Yadav : ઈંગ્લેન્ડ સામેની તાજેતરની ત્રણ મેચની ODI શ્રેણી દરમિયાન કુલદીપ યાદવને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. જોકે, તેણે હવે ઈંગ્લેન્ડની ધરતી પર શાનદાર બોલિંગ કરીને ભારતીય ટીમ મેનેજમેન્ટને જવાબ આપ્યો છે.
Kuldeep Yadav: ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવની ટીમ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. તેવામાં કુલદીપે હવે કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયર તરફથી રમવાનો નિર્ણય કર્યો છે.
IPL Trade Deal : IPL 2027 પહેલા મોટી ટ્રેડ ડીલ થઈ છે. રિષભ પંત અને કુલદીપ યાદવની ટીમો બદલાઈ ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સે 2025ની મેગા ઓક્શનમાં રિષભ પંતને ₹27 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ટીમ સાથે તેનો કાર્યકાળ ફક્ત બે સીઝન સુધી ચાલ્યો. હવે પંત ફરી એકવાર IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે.
IND vs AFG : હેડ કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલ લખનૌમાં બીજી વનડેમાં યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને તક આપવાનું વિચારી શકે છે. પ્રિન્સ પાસે રમવાની મજબૂત તક છે, કારણ કે તેને IPL દરમિયાન આ સ્થળે રમવાનો અનુભવ છે.
સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે 14 માર્ચે મસૂરીમાં તેની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કર્યા. યુઝવેન્દ્ર ચહલ અને રિંકુ સિંહ જેવા ખેલાડીઓએ આ ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી. હવે 17 માર્ચે લખનૌમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.
T20 World Cup 2026 Final : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. પ્રશ્ન એ છે કે શું આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થશે અને ખાસ કરીને બોલિંગ આક્રમણમાં ફેરફાર થશે કે નહીં, તેના વિશે આ લેખમાં જાણીશું.
Ind Vs Pak: કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ સાથે જીતી લીધી. પરંતુ આ મેચમાં એવું તે શું થયું કે હાર્દિક કુલદીપ યાદવ પર ગુસ્સે ભરાયો? ખાસ જાણો.
IND vs NZ 3rd T20 : ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર થઈ શકે છે. આ બે ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.
IND vs NZ: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ડેરેલ મિશેલ અને વિલ યંગે કુલદીપ યાદવ પર શરૂઆતથી જ દબાણ બનાવી રાખ્યું અને તેમની 10 ઓવરમાં 82 રન ફટકાર્યા હતા. જ્યારે અન્ય ટીમો સામે સ્પિનના જાદુથી બેટ્સમેનોને પોતાના ઈશારા પર નચાવનાર કુલદીપ આ મેચમાં સંપૂર્ણપણે બેઅસર જોવા મળ્યો હતો. આ સાથે જ તેની વનડે ઇન્ટરનેશનલ કરિયરમાં બીજી વખત મોટો દાગ લાગ્યો છે.
IND vs SA 1st T20 : કેપ્ટન સૂર્યકુમાર યાદવે પુષ્ટિ આપી છે કે શુભમન ગિલ અને અભિષેક શર્મા કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ ટી20માં ઇનિંગની શરૂઆત કરશે. જો કે, ભારતીય કેપ્ટને પ્લેઇંગ ઇલેવન અંગે મૌન સેવ્યું છે.
IND vs SA : જ્યારે રોહિત શર્મા મેદાન પર હોય છે, ત્યારે ચાહકો માટે મેચ વધુ રોમાંચક બની જાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI દરમિયાન રોહિત શર્મા કુલદીપ યાદવને તેની DRS રિક્વેસ્ટ પર ચીડવતો જોવા મળ્યો હતો. ઇનિંગ્સ સમાપ્ત થયા પછી કુલદીપે આ બાબતે મૌન તોડ્યું છે.
Kuldeep Yadav :કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદરને હોબાર્ટ ટી20 મેચમાં રમવાની તક આપવામાં આવી હતી. સુંદરે શાનદાર 49* રન બનાવીને ભારતને જીત અપાવી હતી. કુલદીપ હવે બાકીની બે મેચ માટે ભારતીય ટીમનો ભાગ રહેશે નહીં.
IND vs WI : દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે હરાવીને ભારતે સિરીઝ 2-0થી જીતી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ બીજા દાવમાં સારું પ્રદર્શન કર્યું, જેના કારણે મેચ પાંચમા દિવસે ગઈ. જો કે ભારતે આસાનીથી આ મેચ જીતી લીધી.
કુલદીપે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બોલિંગ કરી તબાહી મચાવી હતી, તેણે દિલ્હી ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પોતાની ઘાતક બોલિંગથી વેસ્ટ ઈન્ડિઝને ધુળ ચાટતું દીધું હતું. સમગ્ર ટીમ પ્રથમ ઈનિંગમાં 248 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
India vs West Indies 1st Test : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતને પહેલા બોલિંગ કરવાનો મોકો મળ્યો.
Asia Cup 2025 Winners List : ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. અભિષેક શર્માથી લઈને તિલક વર્મા અને કુલદીપ યાદવ સુધી, ભારતીય ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ઘણા એવોર્ડ જીત્યા.
Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં ધમાકેદાર શરૂઆત કરી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં UAE સામે મોટી જીત નોંધાવી છે. આ મેચમાં કુલદીપ યાદવે શાનદાર પરફોર્મન્સ કરતા મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ત્યારે હવે આગામી મેચ પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરના રોજ રમાશે.
India vs UAE Playing 11: ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે 10 સપ્ટેમ્બરે UAE સામે એશિયા કપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગ્રુપ એમાં આ પહેલી મેચ હશે. આ પહેલા મંગળવારે અફઘાનિસ્તાને ગ્રુપ-Bમાં શરૂઆતી મેચમાં હોંગકોંગને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.
Indian Cricket Team : એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 10 તારીખે ભારતીય ક્રિકેટ ટીમ UAE સામે પોતાની પહેલી મેચ રમશે. બીજી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ ગ્રુપ રાઉન્ડમાં ટીમનો છેલ્લો મુકાબલો ઓમાન સામે થશે.
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની 5મી ટેસ્ટ મેચ કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ સાથે ફરી એકવાર ત્રણ ભારતીય ખેલાડીઓનું દિલ તૂટી ગયું કારણ કે તેમને પ્લેઇંગ-11માં તક મળી નહોતી. આ ત્રણ ખેલાડીઓ આખી શ્રેણીમાં તક માટે ઝંખતા રહ્યા. આ ત્રણ ખેલાડીઓએ આ 5 મેચની શ્રેણી બેન્ચ પર બેસીને ખેલાડીઓને પાણી પાવામાં વિતાવી.
Kuldeep Yadav : ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચ માટે ગયેલી ભારતીય ટીમમાં કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. તેને પહેલી 3 ટેસ્ટમાં રમવાની તક મળી નહોતી. કુલદીપ યાદવના કોચ કપિલ પાંડેએ કહ્યું છે કે કુલદીપના રમવા કરતાં ભારતની જીત વધુ મહત્વપૂર્ણ છે. કપિલ પાંડેએ કહ્યું કે કુલદીપનું રમવાનું દેશની જીત જેટલું મહત્વપૂર્ણ નથી.
IND vs ENG 2nd Test: ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-0 થી પાછળ છે. લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમને 5 વિકેટથી હરાવી હતી. આવી સ્થિતિમાં, ભારત બર્મિંગહામમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં જીત સાથે શ્રેણીમાં વાપસી કરવા પર નજર રાખશે.