સૌરાષ્ટ્રના 5 ક્રિકેટર્સનો ચંદીગઢ એરપોર્ટ પર મોટો કાંડ : ચેકિંગ દરમિયાન કિટમાંથી મળ્યો દારૂ
Chandigarh Airport : ચંદીગઢ મેચ રમવા ગયેલી સૌરાષ્ટ્ર કિક્રેક એસોસિયેશનના પાંચ પ્લેયર્સની કિટમાંથી દારૂ પકડાયો... ચંદીગઢ એરપોર્ટ પર થયો મોટો કાંડ
Trending Photos
Saurashtra Cricket Association : સૌરાષ્ટ્રની ક્રિકેટની અંડર 23 ટીમ વિવાદમાં આવી છે. જેમાં સીનિયર ખેલાડીને ખુશ કરવાનો પ્રયાસ જુનિયર ખેલાડીઓને ભારે પડી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચંદીગઢ એરપોર્ટ પર ચેકિંગ કરતા ખેલાડીઓ પાસેથી દારૂ મળતા વિવાદ થયો છે. સૌરાષ્ટ્રની ટીમ અંડર 23 મેચ રમવા ચંડીગઢ ગઈ હતી. સી.કે.નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કીટ ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડાફોડ થયો હતો. આ ક્રિકેટરોની કિટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર મળ્યા. રણજી ટીમના સીનિયર ખેલાડીએ જુનિયરો પાસે દારૂ મંગાવ્યાની ચર્ચા ચાલી રહી છે. જો કે,,સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના હોદ્દેદારોનું ઘટના પર ભેદી મૌન સવાલો ઊભા કરી રહ્યું છે.]
સૌરાષ્ટ્રની અંડર 23 ક્રિકેટ ટીમ સીકે નાયડુ ક્રિકેટ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી. મેચ જીતીને પરત ફરતા સમયે પાંચ પ્લેયર્સ પોતાની કિટમાં પરત દારૂ અને બિયરનો જથ્થો છુપાવી દીધો હતો. જોકે, કસ્ટમ વિભાગની ટીમના ચેકિંગમાં આ દારૂ પકડાઈ ગયો હતો. ટીમ તારીખ 25 જાન્યુઆરીના રોજ રાજકોટ આવવા રવાના થઈ હતી. તેમની કિટ કોાર્ગોમાં આવવા રવાના કરાઈ હતી. ત્યારે કસ્ટમ વિભાગે સામાનને ચેક કર્યુ હતું.
ચેકિંગ દરમિયાન અધિકારીઓ ચોંકી ગયા હતા. પાંચ પ્લેયર્સની કિટમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો. આ તમામ સૌરાષ્ટ્રની અંડર 23 ટીમના પાંચ પેલ્યર હતા. આ બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને આ વિશે જાણ કરવામાં આવી હતી. કયા કયા પ્લેયરની કિટ હતી તેમના નામ મંગાવવામાં આવ્યા હતા.
આ બાદ કસ્ટમ વિભાગે બાકીનો સામાન રવાના કર્યો હતો, પરંતુ જે પાંચ પ્લેયર્સની કિટ હતી, તેને રોકી રાખવામાં આવી છે.
કહેવાય છે કે, રણજી ટીમના એક સિનિયર ખેલાડીએ જુનિયરો પાસેથી દારૂ બિયરનો જથ્થો મંગાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. જોકે, આ મામલે એસસીએને જાણ કરતા એસસીએ પાંચેય પ્લેયર્સના કરતૂતો પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. હાલ સમગ્ર મામલાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે