સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં મેઘમહેરથી મોટાભાગના ડેમમાં નવા નીરની આવક, નદીઓ બે કાંઠે

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જામેલો છે. ખાસ કરીને 2 દિવસથી તો સતત ધમાકેદાર મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. જુનાગઢ, ગીર સોમનાથ, દેવભુમિ દ્વારકા, અમરેલી અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં 30થી વધારે ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતનાં સૌરાષ્ટ્રમાં મોટા ભાગનાં ડેમોમાં નવા નીરવી આવક થઇ રહી છે. જેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી નાળા અને ચેકડેમ છલકાયા છે. 

Aug 7, 2020, 07:09 PM IST

સૌરાષ્ટ્રમાં 3 દિવસથી મેઘ મહેર: જાફરાબાદમાં 3.5 રાજુલામાં 4, લીલીયામાં 5 ઇંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મગફળી અને કપાસનો પાક આ વરસાદથી ખુબ જ ફાયદો થઇ રહ્યો છે. રાજુલામાં એક કલાકમાં 4 ઇંચ અને જાફરાબાદમાં 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા ઝળબંબાકાર થયો હતો. 

Aug 6, 2020, 08:38 PM IST

આ દિવસે અમદાવાદ સહિત ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના રીજીયન અને સૌરાષ્ટ્રના રીજીયનના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

Aug 3, 2020, 03:14 PM IST

રામ મંદિર નિર્માણ માટે શિક્ષણમંત્રીએ લીધેલી પ્રતિજ્ઞા 30 વર્ષે તોડી, જાણો કોણે ખવડાવી મિઠાઇ

 હાલ રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારી ચાલી રહી છે અને નજીકના સમયમાં અયોધ્યામાં દિવાળી આવી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ પ્રતિજ્ઞા લીધે હતી કે રામ મંદિર બને ત્યાર પછી જ મીઠાઈ ખાઇશ.

Aug 3, 2020, 09:28 AM IST

સૌરાષ્ટ્ર: ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3, રાજુલા-કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયા કાંઠાના વિ્તારોમાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. ઉનામાં દરિયાઇ પટ્ટીનાં ખાજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આથી ગામમાં પાણી પાણી થઇ ચુક્યું છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ આજથૂ શરૂ થયો છે.

Jul 30, 2020, 08:45 PM IST

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેથી ગુજરાતમાં સાકલોનીક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદ થવાનો છે. 

Jul 29, 2020, 04:02 PM IST

ચોમાસુ: ભાણવડમાં 2 અને પોરબંદરમાં 1 ઇંચ વરસાદ, જસદણ અને ગોંડલમાં ધોધમાર

સૌરાષ્ટ્રમાં આજે રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ભાણવડમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. પોરબંદરમાં પણ સવારે 2 કલાકમાં એક ઇંચ વરસાદ પડતા લોકોને રાહત થઇ હતી. જુનાગઢમાં 10 એમએમ, રાણાવામાં 6 અને ગીર સોમનાથમાં 4 એમએમ વરસાદ નોંધાયો હતો. 

Jul 26, 2020, 11:04 PM IST

ગુજરાતના માથા પર એકસાથે ત્રણ મોટી આફતોનું તાંડવ, લોકોમાં ફફડાટ ફેલાયો

ગુજરાતના માથા પર હાલ એકસાથે ત્રણ કુદરતી આફતો તાંડવ કરી રહી છે. એક તરફ ગુજરાતીઓ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ, ચોમાસાને કારણે સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. તો હવે ભૂકંપે (earthquake) ગુજરાતીઓમાં ડરાવી દીધા છે. આજે વહેલી સવારે સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા હળવા હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘરમાં રહેતો ભૂકંપનો ડર અને બહાર નીકળે તો વરસાદ અને કોરોના (corona virus) નો ડર... એ ફફડાટને માર્યે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 

Jul 16, 2020, 08:59 AM IST

સવારે 7.40 કલાકે સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનીટે ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફફડાટને માર્યે લોકો ઘરની બહાર આવી ગયા હતા. 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સૌરાષ્ટ્રભરમાં ફફડાટ ફેલાયો છે. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

Jul 16, 2020, 07:59 AM IST

સૌરાષ્ટ્રનાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સૌરાષ્ટ્રમાં 2 દિવસનાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. ઉના, ગોંડલ,વીરપુર અને અમરેલીનાં અનેક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Jul 11, 2020, 05:17 PM IST

ચોમાસુ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર, પાણીમાં તણાયેલા ત્રણેય મૃતદેહ મળ્યા

સતત પાંચમાં દિવસે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ મેઘ મહેર ચાલુ હતી. જુનાગાઢમાં પણ સવારથી છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો.

Jul 9, 2020, 11:06 PM IST

3 હત્યાને અંજામ આપનાર સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોઁધાઈ

સૌરાષ્ટ્રના કુખ્યાત ગુનેગાર એવા રાજેન્દ્ર શેખવા ઉર્ફે રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોંધાઈ છે. લાંચરુશવત બ્યુરોએ અપ્રમાણસર મિલકતની ફરિયાદ રાજુ શેખવા પર નોંધી છે. ઉલ્લેખનીય છે કે રાજુ શેખવા પર આ પહેલા ત્રણ-ત્રણ હત્યાના ગુના નોંધાયેલ છે. કુખ્યાત રાજુ શેખવાએ પહેલી હત્યા વર્ષ 2001 માં જોરાવરસિંહ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. તેણે જોરાવરસિંહ ચૌહાણની સાવરકુંડલામાં જાહેરમાં તલવારના ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક જોરાવરસિંહ ચૌહાણ વોટર વર્કસ કમિટીના ચેરમેન હતા. રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં આ પ્રથમ હત્યા કરી હતી.  

Jul 9, 2020, 04:58 PM IST

જામનગરમાં આફ ફાટ્યું, કાલાવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો: રાજ્યના 210 તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન જામનગરના કાલાવડમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જામનગરના ધ્રોલ ખાતે 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

Jul 6, 2020, 10:07 PM IST

રાજકોટમાં વરસાદથી આજી-3 ડેમમાં પાણીની આવક, આસપાસના ગામોને કરાયા એલર્ટ

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે રાજકોટમાં પડેલા વરસાદને કારણે ન્યારી-2 ડેમની 20 ફૂટની સાપટી પાર થતા ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. જો કે, ન્યારી-2 ડેનું પાણી આજી-3 ડેમમાં પહોંચતું હોવાથી ડેમની આસપાસના ગામોને હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે.

Jul 6, 2020, 08:39 PM IST

રાજ્યના 195 તાલુકામાં વરસાદ, જામનગરના કાલાવડમાં 6 ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં દિવસ દરમિયાન 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘ મહેર જોવા મળી રહ્યો છે. જામનગરના કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે જામનગરના કાલાવડમાં દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

Jul 6, 2020, 03:59 PM IST

દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, 2 કલાકમાં 12 ઇંચ તો દિવસમાં 17 ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી-પાણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. હજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અત્યારે દ્વારકા જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ મોકલી આપવામાં આવી છે. 

Jul 5, 2020, 09:37 PM IST

રાજ્યમાં જામ્યો ચોમાસાનો માહોલ, આજે 155 તાલુકામાં મેઘરાજાની પધરામણી, દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે. 

Jul 5, 2020, 07:02 PM IST

વરસાદી માહોલને લઈ રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સ્થાનિક વહીવટીતંત્રને સતર્ક રહેવા આપી સૂચના

સ્થાનિકકક્ષાએ ઉદભવનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જીલ્લા પંચાયત અને અન્ય કચેરીઓના એન્જિનિયરોની યાદીઓ મંગાવી મકાન નુકસાનની આકારણીની ટીમો પહેલેથી તૈયાર રાખવી. 
 

Jul 5, 2020, 06:34 PM IST

રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની ચાર ટીમ સૌરાષ્ટ્રમાં રવાના, તંત્ર એલર્ટ

હવામાન વિભાહ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદની સાથે કિમીની ઝડપે પવન પણ ફુંકાઇ શકે છે.
 

Jul 5, 2020, 06:15 PM IST

ગાજવીજ સાથે રાજકોટ મેઘરાજની પધરામણી, ઠેર-ઠેર પાણી ફરી વળ્યા

રાજકોટમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટા બાદ વિજળીના કડાકા અને ગાજવીજ સાથે રાજકોટમાં 1 કલાકમાં ધોધમાર 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Jun 30, 2020, 03:07 PM IST