World boxing Championship Final: એમસી મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન

દિલ્હીના કેડી માધવ હોલમાં રમાયેલી 48 કિલો વર્ગની ફાઇનલ ફાઇનલમાં તેણે યૂક્રેનની હન્ના ઓકોતાને હરાવી અને વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વ કપનું ટાઇટલ જીતવાનું ગૌરવ મેળવ્યું છે. 

 World boxing Championship Final: એમસી મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન

નવી દિલ્હીઃ સુપરમોમ એમએસી મેરી કોમે રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખિતાબી ટાઇટલ ફટકારતા ઈતિહાસ રચી દીધો છે. દિલ્હીના કેડી માધવ હોલમાં રમાયેલી 48 કિલો વર્ગની ફાઇનલ ફાઇનલમાં તેણે યૂક્રેનની હન્ના ઓકોતાને હરાવી અને વર્લ્ડ રેકોર્ડ છઠ્ઠી વખત વિશ્વ કપનું ટાઇટલ જીતવાનું ગૌરવ મેળવ્યું છે. . મેરી કોમે ફાઇનલમાં 5-0થી વિજય મેળવ્યો હતો. તેને 30-27, 29-28, 30-27, 29-28, 30-27 પોઈન્ટ મળ્યા હતા. 

6 ટાઇટલ જીતનારી પ્રથમ મહિલા બોક્સર
આ જીતની સાથે તેણે આયર્લેન્ડની કૈટી ટેલરને પછાડીને સૌથી વધુ 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ મહિલા બોક્સર પણ બની ગઈ છે. આ પહેલા મેરી અને ટેલર 5-5 વાર વર્લ્ડ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને બરોબરી પર હતી. 

પુરૂષ બોક્સરના વર્લ્ડ રેકોર્ડની બરોબરી
તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 6 ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ (મહિલા અને પુરૂષ)ની બરોબરી પણ કરી લીધી છે. 6 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ તેના પહેલા પુરૂષ બોક્સિંગમાં ક્યૂબાના ફેલિક્સ સેવોનના નામે હતું. સેવોને 1997માં બુડાપેસ્ટમાં આયોજીત ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને આ રેકોર્ડ તેના નામે કર્યો હતો. 

ઉંમરમાં 13 વર્ષનું અંતર
આજે રમાયેલી ફાઇનલ ફાઇનલમાં બંન્ને બોક્સરોની વાત કરીએ તો, યૂક્રેનની બોક્સર હન્ના હજુ 22 વર્ષની છે, પરંતુ તેણે શાનદાર રમતની મદદથી હંટર નામથી પોતાની ઓળખ બનાવી લીધી છે. તેણે યૂરોપિયન યૂથ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 

बॉक्सर मैरी कॉम ने रचा इतिहास, 5-0 से हराकर जीता छठा वर्ल्ड चैंपियनशिप खिताब

પ્રથમ રાઉન્ડ
પ્રથમ રાઉનડ્માં મેરી હારી રહી. રિંગમાં ઉતરતા જ તે વિપક્ષી પર વરસવા લાગી હતી. પરંતુ વધુ આક્રમકતાને કારણે તે એકવાર હેન્નાની સાથે રિંગમાં પડી ગઈ હતી. પરંતુ ઉઠતા જ તેણે ફરી એકવાર વિપક્ષી ખેલાડી પર મુક્કાનો વરસાદ કર્યો. મેરી કોમે શાનદાર શરૂઆત કરી હતી. તેણે વિપક્ષી પર એક બાદ એક પંચ લગાવતા દબાવ બનાવ્યો હતો. 

— AIBA (@AIBA_Boxing) November 24, 2018

બીજો રાઉન્ડ
બીજા રાઉન્ડમાં મેરીએ શાનદાર પંચ માર્યા અને ડિફેન્સ પણ તેનું મજબૂત રહ્યું હતું. તે વિપક્ષના પંચથી બચી હતી. મેરી કોમને ચિયર કરવા માટે મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યાં હતા. 

ત્રીજો રાઉન્ડ
અંતિમ રાઉન્ડમાં પણ મેરી વધુ આક્રમક દેખાઈ હતી. તેણે વિપક્ષને ક્યારેય પોતા પર હાવી ન થવા દીધી અને તેની જીત પાક્કી કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news