દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ચોથી ટેસ્ટ માટે મેથ્યૂ રેનશો ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શુક્રવારથી શરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા રેનશો ટીમ સાથે જોડાશે. 

 

 દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ચોથી ટેસ્ટ માટે મેથ્યૂ રેનશો ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ

મેલબોર્નઃ ક્વીન્સલેન્ડના ઓપનિંગ બેટ્સમેન મેથ્યૂ રેનશો જલ્ટી ઓસ્ટ્રેલિયાની ટીમમાં વાપસી કરશે, કારણ કે આ બેટ્સમેનને દક્ષિણ આફ્રિકા જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ક્રિકેટ.કોમ.એયૂ અનુસાર રેનશો મંગળવારે સાંજે જોહનિસબર્ગ માટે રવાના થશે અને કેપટાઉનમાં બોલ ટેમ્પરિંગથી ઉભા થયેલા સંકટને જોતા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શુક્રવારથી સરૂ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ટીમ સાથે જોડાશે. 

ટેસ્ટ કેપ્ટન સ્ટીવ સ્મિથને આઈસીસીએ ચોથી ટેસ્ટ માટે પ્રતિબંધ કરી દીધો છે, જ્યારે બેનક્રફ્ટ પર મેચ ફીના 75 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રેનશો ક્રિસમસ બાદથી શાનદાર ફોર્મમાં છે તેણે બુલ્સ તરફથી ફાઇનલ પહેલા ત્રણ સદી ફટકારી છે. આ પહેલા ખરાબ ફોર્મને કારણે તેને ઓસ્ટ્રેલિયન ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેનું સ્થાન બેનક્રફ્ટે લીધું હતું. 

બોલ ટેમ્પરિંગ મામલે તપાસ ચાલી રહી છે, તેવામાં દોષિ ખેલાડીઓને સજા થઈ શકે છે. સ્મિથ ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ડેવિડ વોર્નરના રમવા પર આશંકા છે. બેનક્રફ્ટ પણ આ મામલે દોષિ છે. 

એમસીસીએ કરી સ્મિથની ટિક્કા
મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ હાલમાં બોલ સાથે છેડછાડ વિવાદને જોતા આજે કહ્યું કે સ્ટીવ સ્મિથે જે કર્યું તે રમતના જરૂરી સ્તર કરતા નીચું હતું અને તેને જાળવી રાખવા માટે ખેલાડીઓના વલણમાં મોટા ફેરફારની જરૂર છે. સ્મિથને આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન બેનક્રફ્ટ સાથે મળીને પીળી ટેપથી બોલને છેડછાડ કરવા માટે આઈસીસીએ એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવી દીધો છે. 

ક્રિકેટના નિયમો લાગૂ કરનારા એમસીસીના સહાયક સચિવ જાન સ્ટેફેનસને ચારે તરફથી સ્મિથની અને તેની ટીમની થઈ રહેલી ટિક્કાના સંદર્ભમાં કહ્યું, બોલની સ્થિતિમાં ફેરફાર કરવો નિયમ 41 અંતર્ગત પ્રતિબંધિત છે. તેમાં લખ્યું છે કે બંન્ને ટીમના કેપ્ટનનોની જવાબદારી હોય છે કે રમતની ભાવના અને નિયમો  અંતર્ગત રમે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news