મોહમ્મદ શમીએ કરી શહીદોના પરિવારજનોની મદદ, કહ્યું- સરહદ પર અમારી રક્ષા કરે છે જવાન

શમીએ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોની વિધવાઓ માટે આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. 
 

  મોહમ્મદ શમીએ કરી શહીદોના પરિવારજનોની મદદ, કહ્યું- સરહદ પર અમારી રક્ષા કરે છે જવાન

નવી દિલ્હીઃ વીરેન્દ્ર સેહવાગ બાદ મોહમ્મદ શમી પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની મદદ માટે આગળ આવ્યો છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા શમીએ સીઆરપીએફ વાઇફ વેલફેયર એસોસિએશનને શહીદોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયા આપ્યા છે. તેણે પાંચ લાખનો ચેક એસોસિએશનને સોંપ્યો હતો. 

આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, જ્યારે અમે મેદાન પર દેશ માટે રમીએ છીએ, ત્યારે જવાન બોર્ડર પર ઉભા રહીને અમારી રક્ષા કરે છે. તેમણે કહ્યું કે, અમે જવાનોના પરિવારજનો સાથે છીએ અને હંમેશા સાથે રહીશું. 

Mohammed Shami donates for Pulwama martyr widows

મહત્વનું છે કે, શમી પહેલા પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ પુલવામામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે આગળ આવ્યો હતો. તેણે શહીદ થયેલા તમામ જવાનોના બાળકોની શિક્ષણની જવાબદારી લેવાની જાહેરાત કરી હતી. સહેવાગની પોતાની સ્કૂલ છે. વીરૂએ શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, તે શહીદોના બાળકોની અભ્યાસનો ખર્ચ ઉપાડવા માટે તૈયાર છે. સહેવાગના આ પગલાની પ્રશંસા કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news