IPL 2022 LSG vs MI: લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો, ટીમનો સૌથી ઘાતક બોલર થયો ઇજાગ્રસ્ત

Avesh Khan: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 37 મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર આવેશ ખાન ઇજાના કારણે ટીમની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નથી. તેની જગ્યાએ મોહસિન ખાનને સામેલ કરવામાં આવ્યો છે.

IPL 2022 LSG vs MI: લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો, ટીમનો સૌથી ઘાતક બોલર થયો ઇજાગ્રસ્ત

Mohsin Khan Replaces Avesh Khan In LSG Team: લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને મોટું નુકસાન થયું છે. આઈપીએલ 2022 ની 37 મી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. લખનઉની ટીમ આ મેચમાં તેના ઘાતક બોલર વગર મેદાનમાં ઉતરી છે. આઇપીએલની સીઝનમાં આ ખેલાડી શાનદાર ફોર્મમાં છે, પરંતુ ઇજાગ્રસ્ત થવાને કારણે તે મેચમાં ભાગ લઈ શક્યો નથી.

લખનઉની ટીમમાં મોટો ફેરફાર
આજની મેચમાં લખનઉની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આવેશ ખાન ઇજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર થયો અને તેની જગ્યાએ મોહસિન ખાનને સામેલ કરવામાં આવ્યો છે. આવેશ ખાને આ સીઝનમાં 7 મેચ રમી છે, જેમાં તેણે 8.29 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ હાંસલ કર્યા છે. આવેશ ખાને ગત સીઝનમાં 24 વિકેટ ઝડપી હતી. તે આપીએલ 2021 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની લિસ્ટમાં બીજા નંબર પર હતો. લખનઉની ટીમે આવેશ ખાનને 10 કરોડમાં ખરીદ્યો હતો.

મુંબઇ પાસે હારનો બદલો લેવાની તક
મુંબઇ ઇન્ડિયન્સે આ મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમ વચ્ચે આ સીઝનની બીજી મેચ છે. અગાઉની મેચમાં મુંબઇની ટીમે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ પાસે આ મેચમાં પહેલી હારનો બદલો લેવાની તક છે અને સીઝનની પહેલી જીત નોંધાવવાની પણ તક છે. મુંબઇ ઇન્ડિયન્સ આ સીઝનમાં 7 મેચ રમી છે. જેમાં ટીમે તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news