IPL: ધોનીના ધુરંધરોનો ધમાકેદાર ડાન્સ, જોઈને ચોંકી જશો તમે

9 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ પોતાના ઘરઆંગણે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ ઉતરશે. મહત્વની વાત છે કે, બંન્ને ટીમોએ અત્યાર સુધી પાંચ મેચ રમી છે અને ચારમાં વિજય મેળવ્યો છે. 

IPL: ધોનીના ધુરંધરોનો ધમાકેદાર ડાન્સ, જોઈને ચોંકી જશો તમે

ચેન્નઈઃ હાલમાં ચાલી રહેલા આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મજબૂતીથી આગળ વધી રહી છે. પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ અત્યાર સુધી પાંચમાંથી ચાર મેચ જીતી શકી છે. હવે 9 એપ્રિલે તે પોતાના ઘરઆંગણે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીતરશે. મહત્વની વાત છે કે કેકેઆર ટીમ પણ 5 મેચમાંથી 4માં જીત મેળવી ચુકી છે. 

આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ક્રેઝ ખુબ જોવા મળી રહ્યો છે. ટિક ટોક પર ફેનસ્નો ઉત્સાહ જોઈને જ તમે દંગ રહી જશો. ચેન્નઈ સુપર કિંગ્સના તે વીડિયોને જોઈ શકાય છે, જેમાં કેપ્ટન ધોની પોતાના ધુરંધરોની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. બાંગ્લા લોક સંગીતની ધુનની સાથે અપલોડ કરવામાં આવી રહેલો વીડિયો ફેન્સને પસંદ આવી રહ્યો છે. 

— bishwa mohan mishra (@mohanbishwa) April 8, 2019

આઈપીએલ-12માં મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી 4 ઈનિંગમાં 3 વખત અણનમ રહેલા 156.00ની એવરેજથી 156 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન રહ્યો છે. બીજીતરફ અનુભવી સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ પણ પોતાની લય મેળવી ચુક્યો છે. પંજાબ વિરુદ્ધ તેણે 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભજ્જી મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 

— Chennai Super Kings (@ChennaiIPL) April 6, 2019

શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ જીત મેળવ્યા બાદ ધોનીનો આ વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે ઇમરાન તાહિર અને શેન વોટસન બંન્નેના પુત્રો સાથે ચેપોક સ્ટેડિયમમાં દોડ લગાવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news