અક્ષર પટેલની નવી જિમ પાર્ટનર બની પ્રીતિ ઝિંટા, ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા

હાલમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે ટીમની કો-ઓનર પ્રીતિ ઝિંટાની સાથે જિમમાં નજરે પડ્યો. 

 અક્ષર પટેલની નવી જિમ પાર્ટનર બની પ્રીતિ ઝિંટા, ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા

મોહાલીઃ આઈપીએલ સીઝન 11નો રોમાંચ ચરમ  પર છે, સાથે મેદાનની બહાર ખેલાડીઓ પણ મસ્તીના મૂડમાં નજરે પડી રહ્યાં છે. પોતાના પ્રથમ 3 મેચમાંથી 2માં ધમાકેદાર જીત સાથે શરૂઆત કરનાર કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના ખેલાડી નવરાશની પળોમાં મસ્તી કરવાનો કોઈ મોકો છોડતા નથી. 

હાલમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે ટીમની કો-ઓનર પ્રીતિ ઝિંટાની સાથે જિમમાં નજરે પડ્યો. અક્ષરે પટેલે પ્રીતિની સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અક્ષરે પોતાની આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, આજના જિમ સેશન માટે મારી નવી પાર્ટનર. 

— Akshar patel (@akshar2026) April 19, 2018

મહત્વનું છે કે અક્ષર પટેલે 61 આઈપીએલ મેચોમાં 60 વિકેટ ઝડપી છે. આ વખતે આઈપીએલની હરાજીમાં અક્ષર પટેલને કિંગ્સ ઇલેવન પંજાબે 6.75 કરોડમાં રિટેઇન કર્યો હતો. તે પંજાબ દ્વારા રિટેઇન કરાયેલો એકમાત્ર ખેલાડી હતો. 

કિંગ્સ ઈલેવન પંજાબની ટક્કર આજે હૈદરાબાદ વિરુદ્ધ થશે. પંજાબે તેના પ્રથમ ત્રણ મેચમાંથી બે મેચમાં વિજય મેળવ્યો છે. પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. 

ગત મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપીને રોમાંચક વિજય મેળવ્યો હતો. તેનાથી ખુશ થઈને પંજાબની કો-ઓનર પ્રીતિ ઝિંટા ગ્રાઉન્ડ પર પહોંચી અને તેણે પંજાબના ફેન્સનો આભાર માન્યો હતો. આ સાથે ખુશીને કારણે તેણે દર્શકોને ફ્લાઇંગ કિસ આપી અને કેટલાક દર્શકોને ટીશર્ટ પણ આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news