મોહમ્મદ કેફનો ખુલાસો, નાસિર હુસૈને કહ્યો હતો 'બસ ડ્રાઈવર'
ખરેખર કેફના એક ફેને તેને સવાલ કર્યો, જેના જવાબમાં તેણે આ ખુલાસો કર્યો છે. ફેને પૂછ્યુ, નેટવેસ્ટ સીરીઝના ફાઇનલમાં તમે અને યુવરાજ સિંહ બંન્ને શું વાતો કરી રહ્યા હતા?
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફે નવો ખુલાસો કર્યો છે કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને તેને બસ ડ્રાઈવર કહીને સંબોધ્યો હતો. કેફે જણાવ્યા મુજબ, 2002માં નેટવેસ્ટ શ્રેણીના ફાઇનલ મેચમાં આ ઘટના બની હતી. આ ફાઇનલ લોર્ડસમાં રમાણી હતી. તમને જણાવી દઈએ કે, આ મેજમાં જીત બાદ સૌરવ ગાંગુલીએ ટી-શર્ટ ઉતારીને મુંબઈનો બદલો લીધો હતો.
ખરેખર કેફના એક ફેને તેને સવાલ કર્યો, જેના જવાબમાં તેણે આ ખુલાસો કર્યો છે. ફેને પૂછ્યુ, નેટવેસ્ટ સીરીઝના ફાઇનલમાં તમે અને યુવરાજ સિંહ બંન્ને શું વાતો કરી રહ્યા હતા? શું ઈંગ્લેન્ડના ખેલાડીઓ તરફથી કોઈએ અપશબ્દનો ઉપયોગ કર્યો હતો ? તેનો જવાબ આપતા કેફે કહ્યું, હા, નાસિર હુસૈને મને બસ ડ્રાઈવર કહ્યો હતો. હાલમાં આ નક્કી નથી કે કેફે આ જવાબ મજાકમાં આવ્યો તે, હકિકતમાં આમ થયું હતું.
Yes, Nasser Hussain actually called me a Bus driver :) was good to take them for a ride ! https://t.co/wUeeUnowdN
— Mohammad Kaif (@MohammadKaif) February 27, 2018
તે મેચમાં શું થયું હતું ?
ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 325 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. કેપ્ટન નાસિર હુસૈન અને માર્કસ ટ્રેક્સોથિક બંન્નેએ સદી ફટકારી હચી. ભારતીય ટીમ દબાવમાં હતી પરંતુ ગાંગુલી અને સહેવાગે સારી શરૂઆત અપાવી હતી. તેણે 106 રનની બાગીદારી કરી હતી, પછી ભારતીય ટીમનો ધબડકો થયો હતો. ગાંગુલી બાદ સહેવાગ, સચિન અને દ્રવિડ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
ભારતે 106ના સ્કોરે 1 વિકેટ ગુમાવી હતી, પરંતુ 146 રન સુધી પહોંચતા પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ અને યુવરાજે કમાન સંભાળી અને બંન્નેએ 121 રનની ભાગીદારી કરીને ભારતને વિજય અપાવ્યો હતો. આ મેચમાં કેફ 87 રને નોટઆઉટ અને યુવરાજે 69 રન બનાવ્યા હતા.
શું હતો બદલો
કહેવાય છે કે ગાંગુલીએ ટી-શર્ટ ઉતારીને એન્ડ્રૂ ફ્લિન્ટોફને જવાબ આપ્યો હતો. તે વર્ષે ફ્લિન્ટોફે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ વનડે મેચમાં મળેલી જીત બાદ પોતાનું ટી-શર્ટ હવામાં ફરકાવ્યું હતું. મુંબઈમાં ઈંગ્લેન્ડે મેચ જીત્યા બાદ શ્રેણી 3-3થી બરોબર કરી હતી, ત્યારબાદ ફ્લિન્ટોફ ટીશર્ટ કાઢીને મેદાનમાં ફર્યો હતો. માનવામાં આવે છે કે લોર્ડસ પર ગાંગુલીએ તેની આક્રમકતાનો જવાબ આપવા માટે ટી-શર્ટ ઉતાર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે