નિવૃતી બાદ કોમેન્ટ્રી બોક્સમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે કુક

કોમેન્ટ્રી બોક્સમાં સામેલ થવા માટે કુક ટોકસ્પોર્ટ્સની સાથે ચર્ચા કરી રહ્યો છે. તેવામાં તે આગામી વર્ષની શરૂઆતમાં કૈરીબિયામાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોમેન્ટ્રી કરતો દેખાઇ શકે છે.   

Updated By: Sep 10, 2018, 03:52 PM IST
નિવૃતી બાદ કોમેન્ટ્રી બોક્સમાં નવી ઈનિંગ શરૂ કરી શકે છે કુક
ફાઇલ ફોટો

લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુક પોતાના સંન્યાસ બાદ કોમેન્ટ્રી બોક્સમાં હાથ અજમાવવા વિશે વિચારી રહ્યો છે. કુક ભારત વિરુદ્ધ ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. 

તેવું માનવામાં આવી રહ્યું છે કે કોમેન્ટ્રી બોક્સમાં સામેલ થવા માટે કુક ટોકસ્પોર્ટ્સની સાથે ચર્ચા કરી રહ્યો છે. તેવામાં આગામી વર્ષની શરૂઆતમાં કૈરીબિયામાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર કોમેન્ટ્રી કરવો જોવા મળી શકે છે. 

ટોકસ્પોર્ટ્સે 2018-2019 સીઝનમાં શ્રીલંકા અને કૈરીબિયામાં યોજાનારી ઈંગ્લેન્ડ શ્રેણી માટે ઓડિયો પ્રસારણનો અધિકાર હાસિલ કરી લીધો છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે તેને 2019-20 સીઝન માટે દક્ષિણ આફ્રિકામાં યોજાનારા ઈંગ્લેન્ડના પ્રવાસના પણ અધિકાર મળી શકે છે. 

કોમેન્ટ્રી બોક્સમાં કુકના સામેલ થવા વિશે હજુ કોઇ નિર્મય થયો નથી. કુકે વર્ષ 2006માં ભારત વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શાનદાર સદી ફટકારી હતી. કુકે આ મેચ પહેલા 160 ટેસ્ટમાં 44.88ની એવરેજથી 12254 રન બનાવ્યા છે. 

તેના નામે 32 સદી અને 56 અડધીસદી નોંધાયેલી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 294 છે, જે તેણે ભારત વિરુદ્ધ 2011માં બર્મિંઘમ ટેસ્ટમાં બનાવ્યા હતા. કુકે ઈંગ્લેન્ડ તરફથી 92 વનડે મેચ રમી છે, જેમાં કુલ 3204 રન બનાવ્યા છે. આ સિવાય કુકે ચાર ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 61 રન બનાવ્યા છે.