CWG 2018 : નાનકડા ગામનો ખેડૂતનો દીકરો યુટ્યૂબને ગુરુ બનાવીને જીતી ગયો ગોલ્ડ મેડલ

નીરજ ચોપડા જેવલિન થ્રોમાં ગોલ્ડ જીત્યો છે

CWG 2018 : નાનકડા ગામનો ખેડૂતનો દીકરો યુટ્યૂબને ગુરુ બનાવીને જીતી ગયો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ  : 21મી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે ભારતના નીરજ ચોપડાએ દેશ માટે ઇતિહાસ રચી દીધો છે. તેણે ભાલાફેંક ઇવેન્ટમાં ગોલ્ડ જીતી લીધો છે. તે આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય બની ગયો છે. આજના દિવસમાં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકે ભાલાફેંકમાં મળેલા આ ગોલ્ડે દેશની ખુશીમાં અનેકગણો વધારો કર્યો છે. 

નીરજે પુરુષો માટેની ભાલાફેંક સ્પર્ધામાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં અન્ય ભારતીય વિપિન કશાના પાંચમાં સ્થાન પર રહ્યો હતો. નીરજે ફાઇનલમાં 86.47 મીટર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ ઓસ્ટ્રેલિયાના હેમિશ પીકોકને મળ્યો છે. તેણે 82.59 મીટરના અંતર સુધી ભાલો ફેંક્યો હતો. 

20 year old #NeerajChopra India's Golden Boy strikes a GOLD 🥇in the #GC2018Athletics Mens Javelin Final with 86.47m just 0.01 m short of his personal best .#JuniorWorldChampion #AsianChampion#CWG2018Champion @Neeraj_chopra1 pic.twitter.com/Jpbm3Cr5PQ

— Sandeep Jha (@Sandeep_jha07) April 14, 2018

ગ્રેનેડાના એ્ન્ડસન પીટર્સે 82.20 મીટરના અંતરે ભાલો ફેંકીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં વિપિને 77.87 મીટરના અંતરે ભાલો ફેંકીને પાંચમો નંબર મેળવ્યો હતો. આ પહેલાં નીરજ ચોપડાએ ભાલા ફેંક સ્પર્ધામાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. નીરજે ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે 80.42 મીટરના અંતરે ભાલો ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. આ ક્વોલિફિકેશનમાં ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે 80.44 મીટર સાથે પહેલું સ્થાન મેળવ્યું હતું. આ ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાન પર સેન્ટ લુસિયાના આલ્બર્ટ રેનોલ્ડસ રહ્યો જેણે 78.10નો સ્કોર કર્યો હતો. 

— jonathan selvaraj (@jon_selvaraj) April 14, 2018

નીરજ ચોપડા મૂળ હરિયાણાના સોનીપત જિલ્લાના કાંદરા ગામનો છે. તેના પિતા ખેડૂત છે. નીરજે ક્યારેય કોઈ કોચ પાસેથી આ રમતની ઔપચારિક ટ્રેઇનિંગ નથી લીધી. તે યુટ્યૂબ પરથી આ રમતને શીખ્યો અને 20 વર્ષની ઉંમરે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news