Neeraj Chopra એ ફરી એકવાર લહેરાવ્યો તિરંગો, ફિનલેન્ડમાં 86.69 મીટર દૂર ભાલો ફેંકી જીત્યો ગોલ્ડ મેડલ

ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતના નીરજ ચોપડાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. તેમણે ફિનલેન્ડમાં કુઓર્તાને ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે શનિવારે અહીં રેકોર્ડ 86.69 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો.

Neeraj Chopra એ ફરી એકવાર લહેરાવ્યો તિરંગો, ફિનલેન્ડમાં 86.69 મીટર દૂર ભાલો ફેંકી જીત્યો ગોલ્ડ મેડલ

Neeraj Chopra Gold Medal Kuortane Games Javelin Throw: ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા ભારતના નીરજ ચોપડાએ ફરી એકવાર કમાલ કરી બતાવ્યો છે. તેમણે ફિનલેન્ડમાં કુઓર્તાને ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે શનિવારે અહીં રેકોર્ડ 86.69 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો. રસપ્રદ વાત એ રહી કે તેમની કોઇપણ બરાબરી કરી શક્યું નહી. તાજ્તરમાં જ નીરજ ચોપડાએ નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. 

ભારતના સ્ટાર નીરજે પહેલીવારમાં જ 86.69 મીટર સુધી ભાલો ફેંકી દીધો, ત્યારબાદ તેની આસપાસ પણ કોઇ પહોંચી શક્યું નહી. રસપ્રદ વાત એ છે કે નીરજે પોતાની બાકી બે ઇનિંગને ફાઉલ ગણાવી હતી. તેથી તેમની આગળ નાનો સ્કોર ન આવ્યો. નીરજ આ મુકાબલા દરમિયાન ઇજાગ્રસ્ત થતાં માંડ માંડ બચી ગયા. જ્યારે તે પોતાનો ભાલો ફેંકી રહ્યા હતા, ત્યારે અચાનક પગ લપસી ગયો હતો. જોકે નીરજ ફરીથી ઉઠ્યા હતા. 

નીરજ ચોપડાએ ફરી એકવાર દેશનું દેશનું નામ રોશન કર્યું છે. તેમના આ કમાલથી ખુશ થઇને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું છે. અનુરાગે નીરજનો વીડિયો ટ્વીટ કરતાં તેમને શુભેચ્છા પાઠવી છે. અનુરાગ ઠાકુરે નીરજ્ની પ્રશંસા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news