INDvsNZ: લાથમ અને ગ્રૈન્ડહોમની ભારત સામેની વનડે સિરીઝ માટે કીવી ટીમમાં વાપસી

ન્યૂઝીલેન્ડે ભારત સામે 23 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વનડે સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ ત્રણ વનડે માટે જાહેર થયેલી ટીમની લાથમ અને ગ્રાન્ડહોમની ટીમમાં વાપસી થઈ છે. 
 

  INDvsNZ: લાથમ અને ગ્રૈન્ડહોમની ભારત સામેની વનડે સિરીઝ માટે કીવી ટીમમાં વાપસી

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ આગામી સપ્તાહે નેપિયરમાં શરૂ થઈ રહેલી વનડે સિરીઝ માટે ટામ લાથમ અને કોલિન ડિ ગ્રાન્ડહોમને ટીમમાં સામેલ કર્યા છે. લાથમ અને ગ્રાન્ડહોમને શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તેને ભારત વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝના પ્રથમ ત્રણ વનડે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

કેપ્ટન કેન વિલિયમસન અને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે પણ ટીમમાં જગ્યા બનાવી છે, તો ફિટ થઈને મિશેલ સેન્ટનર પણ ટીમમાં પરત ફર્યો છે. ન્યૂઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે, ટીમની પસંદગી બે આધાર પર કરવામાં આવી છે. પ્રથમ વિશ્વકપ માટે રણનીતિ તૈયાર કરવી અને બીજી વિશ્વની બીજા નંબરની ટીમ ભારત વિરુદ્ધ જીતવાની સર્વશ્રેષ્ઠ તક આપવી. 

ન્યૂઝીલેન્ડના કોચ ગૈરી સ્ટીડે કહ્યું કે, અમારી પ્રાથમિકતા એવી ટીમ તૈયાર કરવાની છે, જે ભારત વિરુદ્ધ જીતી શકે અને વિશ્વ કપ પહેલા અમે સર્વશ્રેષ્ઠ ટીમ સંયોજન શોધી શકીએ. 

ન્યૂઝીલેન્ડની ટીમઃ
કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, લોકી ફગ્યુર્સન, માર્ટિન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટામ લાથમ, કોલિન મુનરો, હેનરી નિકોલ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર. 

ન્યૂઝીલેન્ડનો પ્રવાસઃ વનડે મેચ
પ્રથમ વનડે - નેપિયક

23 જાન્યુઆરી - 7.30 સવારે (ભારતીય સમયાનુસાર)

બીજી વનડે- માઉન્ટ માઉંગનુઈ

26 જાન્યુઆરી - 7.30 AM

ત્રીજી વનડે- માઉન્ટ માઉંગનુઈ

28 જાન્યુઆરી - 7.30 AM

ચોથી વનડે-હૈમિલ્ટન

31 જાન્યુઆરી - 7.30 AM

પાંચમી વનડે- વેલિંગટન

3 ફેબ્રુઆરી - 7.30 AM

ટી20 મેચ
પ્રથમ ટી20 વેલિંગટન

6 ફેબ્રુઆરી - 12.30 PM (ભારતીય સમયાનુસાર)

બીજી ટી20- ઓકલેન્ડ 

8 ફેબ્રુઆરી 11:30 AM

ત્રીજી ટી20- હેમિલ્ટન

10 ફેબ્રુઆરી - 12.30 PM

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news