ક્રિકેટના 100 કરોડથી વધુ ચાહકો, 92 ટકાને ટી-20 પસંદઃ સર્વે

ક્રિકેટના 100 કરોડથી વધુ ચાહકો, 92 ટકાને ટી-20 પસંદઃ સર્વે

દુબઈઃ વિશ્વમાં ક્રિકેટના 100 કરોડથી વધુ ફેન્સ છે અને તેમાંથી 92 ટકા તેના સૌથી લોકપ્રિય ફોર્મેટ ટી-20ને પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા કરાયેલા એક વૈશ્વિક સર્વેમાં આ ખુલાસો થયો છે. આઈસીસીના સર્વે પ્રમાણે એક તરફ જ્યાં વિશ્વભરમાં ક્રિકેટના સો કરોડથી વધુ ફેન છે તેમાં 90 ટકા ભારતીય ઉપમહાદ્વિપ (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા)થી આવે છે. 

આઈસીસીએ આ સર્વેમાં તે જાણવાનો પ્રયત્ન કર્યો કે ક્રિકેટનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે. તેના માધ્યમથી આીસીસીને આ રમતને વૈશ્વિક વિકાસ માટે આગળની રણનીતિ પર કામ કરવામાં મદદ મળશે. સર્વેમાં 12 સભ્ય દેશો સિવાય ચીન અને અમેરિકામાં પણ કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર ક્રિકેટને ચાહનારા ફેન્સ 16 થી 69 વર્ષની ઉંમર વર્ગના છે અને વિશ્વભરમાં ક્રિકેટને ચાહનારાની સરેરાશ ઉંમર 34 વર્ષ છે. 

88%ને વનડે પસંદ
ક્રિકેટની મુખ્ય સંસ્થા તરફથી કરાયેલા સર્વેથી જાણવા મળ્યું કે, ટી-20 બાદ આશરે 88 ટકા લોકોને વનડેમાં રસ છે. જ્યારે આશરે 87 ટકા લોકનું તે માનવું છે કે ટી-20 ફોર્મેટને ઓલંમ્પિક રમતોમાં સામેલ કરવું જોઈએ. 95 ટકા લોકો હજુપણ 50 ઓવરનો વિશ્વકપ અને ટી-20 વર્લ્ડ કપને પસંદ કરે છે. રિપોર્ટને આ સપ્તાહના અંતમાં ડબલિનમાં યોજાનારા આઈસીસીના વાર્ષિક સંમેલનમાં સાર્વજનિક કરવામાં આવી શકે છે. 

70 ટકા લોકો પસંદ કરે છે ટેસ્ટ ક્રિકેટ
સર્વેમાં તે પણ જાણવા મળ્યું કે, 68 ટકા મહિલા ફેન્સને ક્રિકેટ જોવામાં રૂચિ છે, જ્યારે 65 ટકા મહિલા વિશ્વકપમાં રૂચિ લે છે. આ સિવાય આશરે 70 ટકા દર્શકો ઈચ્છે છે કે મહિલા ક્રિકેટનું વધુમાં વધુ પ્રસારણ કરવામાં આવે. તેવું માનવામાં આવતું હતું કે ટી-20 આવવાથી ટેસ્ટ ક્રિકેટ ખતમ થતું જાઈ છે પરંતુ આ સર્વેમાં આ ધારણા ખોટી સાબિત થઈ છે. સર્વેમાં સામેલ 19000થી વધુ લોકોમાંથી આશરે 70 ટકા લોકો ટેસ્ટ ક્રિકેટને પસંદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news