PAK vs ENG: પોતાના જ દેશમાં પાકિસ્તાનનો થઈ ગયો 'પોપટ'! ઈંગ્લેન્ડએ કર્યું વ્હાઈટ વોશ
PAK vs ENG, ટેસ્ટ મેચ: ઇંગ્લેન્ડે મંગળવારે કરાચીમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી. સવારે ઈંગ્લેન્ડે જ્યારે દાવ શરૂ કર્યો ત્યારે તેને જીતવા માટે માત્ર 55 રનની જરૂર હતી.70 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાને હોમ ગ્રાઉન્ડ પર 3-0થી ટેસ્ટ સિરીઝ ગુમાવી...
- ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો રકાસ
- ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ધબડકો
- ઈંગ્લેન્ડે 3-0થી જીતી લીધી ટેસ્ટ શ્રેણી
Trending Photos
Karachi Test: Eng Vs Pak: ઈંગ્લેન્ડે મંગળવારે કરાચીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું. સવારે ઈંગ્લેન્ડે જ્યારે દાવ શરૂ કર્યો ત્યારે તેને જીતવા માટે માત્ર 55 રનની જરૂર હતી. તેણે 38 મિનિટમાં બે વિકેટે 170નો સ્કોર કરીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાનને પોતાની ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લેન્ડ-પાકિસ્તાનની ટેસ્ટ મેચ સિરિઝમાં ઇંગ્લેન્ડે ત્રીજી અને છેલ્લી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરી 3-0થી ટેસ્ટ મેચ સિરિઝ પોતાના નામે કરી. પાકિસ્તાન ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું કે, પાકિસ્તાને હોમ ગ્રાઉન્ડ પર ક્લીન સ્વીપનો સામનો કર્યો. કરાચીમાં રમવામાં આવેલી ત્રીજી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે 8 વિકેટે જીતી છે. પાકિસ્તાને 167 રનનો ટારગેટ આપ્યો હતો. જે 2 વિકેટના નુકસાન પર ઇંગ્લેન્ડે પાર પાડ્યો અને જીત મેળવી.
આ ટેસ્ટ સિરિઝ પહેલા પાકિસ્તાનની ટીમ ક્યારેય પણ ક્લીન સ્વીપ થઇ નહોતી. ઇંગ્લેન્ડ પહેલીવાર પાકિસ્તાનની ટીમને 3-0થી વ્હાઇટવોશ કરી છે. તમને જણાવી દઇએ કે, ટેસ્ટ સિરિઝના પહેલા મેચમાં પાકિસ્તાનને 74 રન અને બીજા મેચમાં 26 રનથી હરાવીને ઇંગ્લેન્ડે જીત મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે