પાકના ફખર જમાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વનડેમાં પૂરા કર્યા સૌથી ઝડપી 1,000 રન
તે વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.
Trending Photos
હરારેઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ફખર જમાને વનડે ઈન્ટરનેલનલમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 28 વર્ષના આ બેટ્સમેને વનડેમાં સૌથી ઝડપી 1 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે.
જમાને રવિવારે બુલાવાયોમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 5 વનડે મેચની શ્રેણીના અંતિમ મેચમાં 20 રન બનાવવાની સાથે વનડે કેરિયરમાં એક હજાર રન પૂરા કરી લીધા. આ સાથે તેણે સૌથી ઓછી વનડે ઈનિંગમાં હજાર રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો.
જમાન વનડેમાં પોતાની માત્ર 18 ઈનિંગમાં 1 હજાર રનનો આંકડા સુધી પહોંચી ગયો. આ પહેલા વનડેમાં સૌથી ઝડપી એક હજાર રનનો રેકોર્ડ વિવ રિચર્ડ્સના નામે હતો. તેમણે જાન્યુઆરી 1980માં 21મી ઈનિંગ રમતા આ સિદ્ધિ મેળવી હતી.
શુક્રવારે શ્રેણીના ચોથા વનડેમાં જમાને 156 બોલમાં અણનમ 210 રનની ઈનિંગ રમી હતી. તે વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.
વનડેમાં સૌથી ઝડપી 1000 રન
1. ફખર જમાન (પાકિસ્તાન) મેચ 18, ઈનિંગ 18
2. વિવ રિચર્ડસ (વેસ્ટઇન્ડિઝ) મેચ 22, ઈનિંગ 21
3. કેવિન પીટરસન (ઈંગ્લેન્ડ) મેચ 27, ઈનિંગ 21
4. જોનાથન ટ્રોટ (ઈંગ્લેન્ડ) મેચ 21, ઈનિંગ 21
5. ક્વિંટન ડિ કોક (સાઉથ આફ્રિકા) મેચ 21, ઈનિંગ 21
6. બાબર આઝમ (પાકિસ્તાન) મેચ 21, ઈનિંગ 21
ફખર જમાનની વનડેમાં અત્યાર સુધીની 18 ઈનિંગ
31, 50, 57, 114, 43, 11, 29, 17, 48, 82*, 2, 54, 12, 60, 117*, 43*, 210*, 85 रन
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે