ત્રિકોણીય સીરીઝઃ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 45 રનથી હરાવ્યું
મહત્વનું છે કે, આ ત્રિકોણીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બંન્ને ફાઇનલમાં પહોંચી ગયું છે. રવિવારે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ રમાશે.
Trending Photos
હરારેઃ ફખર જમાન (73)ના અર્ધશતક બાદ બોલરોના અનુશાસિત પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ગુરૂવારે હરારે સ્પોર્ટર્સ કોમ્પલેક્સ મેદાન પર રમાયેલ ત્રિકોણીય ટી-20 શ્રેણીની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાને 45 રનોથી હરાવી દીધું. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન આ લક્ષ્યને હાસિલ ન કરી શક્યું અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રન બનાવી શક્યું હતું.
લક્ષ્યો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપનાર શહીન શાહ અફરીદીએ સારી શરૂઆતથી વંચિત રાખ્યું અને 29ના કુલ સ્કોર પર કેપ્ટન એરોન ફિંચ (16)ને પેવેલિયમ મોકલ્યો. ટ્રેવિસ હેડ સાત રન બનાવી શક્યો અને 38 રનના સ્કોર પર ફહીમ અશરફનો શિકાર બન્યો. અહીંથી નિયમિત અંતરે વિકેટ પડકી રહી. અંતમાં વિકેટકીપર એલેક્સ કારે 24 બોલમાં બે ફોર અને બે સિક્સની મદદથી અણનમ 37 રનોની ઈનિંગ રમીને ટીમને જીત અપાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ બીજા છેડે સાથ ન મળ્યો.
આ પહેલા જમાને ઓસ્ટ્રેલિયાએ બોલરો પર ઝડપથી રન બનાવ્યા. આઠ રનના સ્કોરે પાકે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ જમાનને હુસૈન તલતનો સારો સાથ મળ્યો. તલતે 25 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી. આ બંન્ને સિવાય અંતમાં શોએબ મલિકે 15 બોલમાં 27 રન બનાવ્યા. આસિફ અલીએ 18 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી 37 રન બનાવતા પાકિસ્તાને વિશાળ સ્કોર ઉભો કર્યો. ઓસ્ટ્રેલિયા માટે એડ્રયૂ ટાઇએ ત્રણ વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે