T20 WC: પાકિસ્તાનની સતત ચોથી જીત, નામીબિયાને હરાવી સેમીફાઇનલમાં કરી એન્ટ્રી

મેચમાં મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમની અડધી સદીની મદદથી પાકિસ્તાને નામીબિયા વિરુદ્ધ બે વિકેટ પર 189 રન બનાવ્યા. જવાબમાં નામીબિયાની ટીમ 5 વિકેટ પર 144 રન બનાવી શકી હતી. 
 

T20 WC: પાકિસ્તાનની સતત ચોથી જીત, નામીબિયાને હરાવી સેમીફાઇનલમાં કરી એન્ટ્રી

અબુધાબીઃ પાકિસ્તાન ટી20 વિશ્વકપ-2021ના સુપર-12 ગ્રુપ-2ના એક મુકાબલામાં નામીબિયાને 45 રનથી હરાવી સેમીફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તેણે ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી છે. આ પહેલા ભારત, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. તેના સેમીફાઇનલમાં પહોંચવા માટે જરૂરી 8 પોઈન્ટ થઈ ગયા છે. મેચમાં મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમની અડધી સદીની મદદથી પાકિસ્તાને નામીબિયા વિરુદ્ધ બે વિકેટ પર 189 રન બનાવ્યા. જવાબમાં નામીબિયાની ટીમ 5 વિકેટ પર 144 રન સુધી પહોંચી શકી હતી. 

આ પહેલા રિઝવાને 50 બોલમાં ચાર સિક્સ અને આઠ ચોગ્ગાની મદદથી અણનમ 79 રનની ઈનિંગ રમવા સિવાય બાબર (70) ની સાથે પ્રથમ વિકેટ માટે 113 રન જોડીને પાકિસ્તાનને એકવાર ફરી શાનદાર શરૂઆત અપાવી હતી. બાબરે 49 બોલમાં પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. બાબર અને રિઝવાને ભારત વિરુદ્ધ પ્રથમ મેચમાં અતૂટ ભાગીદારી કરી હતી. મોહમ્મદ હાફીઝે અણનમ 32 રન બનાવ્યા અને રિઝવાન સાથે ત્રીજી વિકેટ માટે 4.2 ઓવરમાં 67 રનની અણનમ ભાગીદારી કરી હતી. 

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો ત્યારબાદ બાબર અને રિઝવાનની ઓપનિંગ જોડીએ ટીમને ધીમી શરૂઆત અપાવી હતી. નામીબિયાની સારી બોલિંગ સામે પાકિસ્તાનના બેટર ત્રણ ઓવરમાં છ રન બનાવી શકી હતી. બાબરે ચોથી ઓવરમાં ડેવિડ વાઇસી (30 રન પર એક વિકેટ) પર ઈનિંગની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી અને પછી જેજે સ્મિટના બોલને પણ બાઉન્ડ્રીના દર્શન કરાવ્યા હતા. રિઝવાને પણ સ્મિટ પર પોતાનો પ્રથમ ચોગ્ગો ફટકાર્યો. પાકિસ્તાને પારવપ્લેમાં વિના વિકેટે 29 રન બનાવ્યા હતા. 

નામીબિયાના બોલરેએ બાબર અને રિઝવાનને સતત પરેશાન કર્યા. બોલે ઘણીવાર બેટનો બહારનો અને અંદરનો કિસાનો લીધો પરંતુ નામીબિયાને વિકેટ ન મળી. પાકિસ્તાનને રનની અડધી સદી નવમી ઓવરમાં પૂરી કરી હતી. રિઝવાને રૂબેનની ઓવરમાં પ્રથમ સિક્સ ફટકારી. બાબરે ત્યારબાદ બે રનની સાથે 40 બોલમાં અડધી સદી ફટકારી હતી. રિઝવાને નિકોલ લોફ્ટી ઈટનના બોલને દર્શકો વચ્ચે પહોંચાડ્યો હતો. પાકિસ્તાને 13મી ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. 

બાબર અને રિઝવાન ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાંચ સદીની ભાગીદારી કરનાર પ્રથમ જોડી છે. વાઇસીના બોલ પર મોટો શોટ ફટકાવવાના પ્રયાસમાં બાબર ડીપ મિડવિકેટ પર કેચઆઉટ થયો હતો. તેણે 49 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ફ્રાઇલિંક (31 રન પર 1 વિકેટે) ત્યારબાદ ફખર જમાનને પેવેલિયન મોકલ્યો જેણે 5 રન બનાવ્યા હતા. 

મોહમ્મદ હફીઝે આવતાની સાથે સ્મિટ પર સતત બે ચોગ્ગા માર્યા અને પછી ટ્રંપલમેન પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. રિઝવાને ટ્રંપલમૈન પર ચોગ્ગા અને વાઇસે પર છગ્ગાની સાથે 42 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. રિઝવાને અંતિમ ઓવરમાં સ્મિટની ઓવરમાં સતત ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે 14 રન લીધા જેથી પાકિસ્તાનની ટીમ અંતિમ 11 ઓવરમાં 139 રન બનાવવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news