ક્રિકેટ જગત માટે સૌથી ખરાબ સમાચારઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને આવ્યો હાર્ટ એટેક!

ક્રિકેટ જગત માટે સૌથી માઠા સમાચાર સામે આવ્યાં છે. ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને બીસીસીઆઈના હાલના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ખાસ મિત્ર જેની સાથે તેઓ વર્ષો સુધી ક્રિકેટ રમ્યાં છે તેવા દિગ્ગજ ખેલાડીને હાર્ટ અટેક આવ્યો છે. આ ઘટનાને પગલે હાલ ક્રિકેટ જગત સાથે જોડાયેલાં લોકો ચિંતાતૂર બન્યા છે.

ક્રિકેટ જગત માટે સૌથી ખરાબ સમાચારઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકને આવ્યો હાર્ટ એટેક!

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને  મહાન બેટ્સમેન ઇન્ઝમામ-ઉલ-હકને લાહોરમાં હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે ઇન્ઝમામની સફળ એન્જિયોપ્લાસ્ટી થઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકની હાલત સ્થિર છે અને ડોક્ટરો તેમના પર નજર રાખી રહ્યા છે. ઇન્ઝમામને છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુ:ખાવો થતો હતો, જે બાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં જ ખુલાસો થયો હતો કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી ઇન્ઝમામ-ઉલ-હકની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

No description available.

ઇન્ઝમામની તબિયત અંગે મોટું અપડેટ:
ઇન્ઝમામ-ઉલ-હક છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં તેઓ ઠીક હોવાનું જણાયું હતું.  જ્યારે સોમવારે તેની ફરીથી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેમને લાહોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની સફળ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે, હવે તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે અને તેની હાલત સ્થિર છે. એક રિપોર્ટ અનુસાર, 51 વર્ષીય ઇન્ઝમામને સોમવાર અને મંગળવારની વચ્ચે મોડી રાત્રે આ હાર્ટ એટેક આવ્યો. તેઓ છેલ્લા ત્રણ દિવસથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા.

ઇન્ઝમામ પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર અને મુખ્ય કોચ રહ્યા છે:
ઇન્ઝમામ-ઉલ-હકે 2007 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારથી તેઓ લાંબા સમય સુધી પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા હતા. તે પહેલા ટીમના બેટિંગ સલાહકાર બન્યા અને પછી 2016 થી 2019 સુધી મુખ્ય પસંદગીકાર રહ્યા. તેમણે અફઘાનિસ્તાનના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી છે. પાકિસ્તાનના આ ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 35 સદી ફટકારી છે. તેમાંથી 25 ટેસ્ટમાં અને 10 વનડેમાં આવ્યા છે. તેણે પાકિસ્તાન માટે એક ટી 20 મેચ પણ રમી છે. ઈન્ઝમામના હાર્ટ એટેકના સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ દુખી છે. ઇન્ઝમામની ગણતરી પાકિસ્તાનના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તે પાકિસ્તાનના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક રહ્યો છે.

ઇન્ઝમામ-ઉલ-હકની ક્રિકેટ કારકિર્દી:
ઇન્ઝમામ-ઉલ-હક પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ઇન્ઝમામ-ઉલ-હકે વનડે ક્રિકેટમાં 375 મેચોમાં 11,701 રન બનાવ્યા છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર તે ત્રીજા પાકિસ્તાની બેટ્સમેન છે. ઇન્ઝમામ-ઉલ-હકે ટેસ્ટ ફોર્મેટમાં 119 મેચમાં 8,829 રન બનાવ્યા છે. 2007 માં આ બેટ્સમેને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે 2016 થી 2019 સુધી પાકિસ્તાન ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે અફઘાનિસ્તાનના કોચ તરીકે પણ સેવા આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news