ભારે વરસાદથી 20 જિલ્લામાં યલો એલર્ટ, 24 કલાકમાં 190 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં સાડા ચાર ઈંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. મહેસાણા મહેસાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે

Updated By: Sep 28, 2021, 12:44 PM IST
ભારે વરસાદથી 20 જિલ્લામાં યલો એલર્ટ, 24 કલાકમાં 190 તાલુકામાં વરસાદ

હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 190 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં સાડા ચાર ઈંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. મહેસાણા મહેસાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના ગીરગઢડામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 21 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે અને રાજ્યના 57 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે 6:00 થી 8:00 સુધી માંથી તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે, ભારે વરસાદની આગાહીને કારણે રાજ્યના 20 જિલ્લામાં યલો એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ આવતી કાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો હોબાળો, ભાગ્યા રે ભાગ્યા મુખ્યમંત્રી ભાગ્યાના નારા લગાવ્યા

સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર અને આણંદ આ ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, ભારે વરસાદને પગલે NDRF અને SDRF ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. આ સાથે માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube