વાહ રે ગુજરાતી! ગુજરાતના આ ફેમિલી પર ક્રિકેટનું ભૂત સવાર, 4 ભાઈઓ રમ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, 3નો દબદબો
Pakistan Records: ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોવા જેવો છે. ક્રિકેટનું ભૂત દરેક બાળકને સતાવે છે. ઘણા બાળકો ક્રિકેટર બનવા માગે છે. ક્રિકેટની રમતમાં ઘણા ભાઈઓ એકસાથે રમતા જોવા મળે છે પરંતુ પાકિસ્તાનનો એક અનોખો પરિવાર આ રમતમાં ખૂબ જ નામ કમાયો છે. આ ફેમિલીના 5 ભાઈઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમ્યા છે.
Trending Photos
Pakistan Cricket Family: ભારતમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ છે. ક્રિકેટમાં ભાઈઓ સાથે રમતા હોય એમાં સ્ટીવ અને માર્ક વો, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ, હાર્દિક અને કૃણાલ પંડ્યા, કામરાન અને ઉમર અકમલ અને બ્રેન્ડન અને નાથન મેક્કુલમ જેવી જોડી તેના બેસ્ટ ઉદાહરણ છે. પરંતુ પાકિસ્તાનનો એક ગુજરાતી પરિવાર આ રમતમાં ખૂબ જ જાણિતો છે.
જૂનાગઢમાં જન્મ્યા હતા આ ભાઈઓ..
જૂનાગઢનો નાતો પાકિસ્તાન સાથે ખાસ રહ્યો છે. આ ક્રિકેટરોનો મૂળ પરિવાર જૂનાગઢનો હતો. દેશના ભાગલા પછી આ પરિવાર પાકિસ્તાન ચાલ્યો ગયો. આ ચારેય ભાઈઓનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ ચારેય ભાઈઓએ પોતાની રમત કૌશલ્યથી પાકિસ્તાની ક્રિકેટને નવી ઊંચાઈઓ આપી હતી. આ પરિવારના ચાર ભાઈઓ વઝીર, હનીફ, મુશ્તાક અને સાદિક પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા.
હનીફ મોહમ્મદ એ સમયે 'લિટલ માસ્ટર' ગણાતો
હનીફ મોહમ્મદ 'લિટલ માસ્ટર' તરીકે ઓળખાતા હતા. તે નાના કદ હોવા છતાં તેમણે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હનીફે વેસ્ટ ઈન્ડિઝ સામે 337 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી, જે આજે પણ ટેસ્ટ ક્રિકેટની સૌથી યાદગાર ઈનિંગ્સમાંથી એક છે. આ પરિવારનો એક ભાઈ રઈસ મોહમ્મદ પણ એક તેજસ્વી ખેલાડી હતો. પરંતુ તેની પ્રતિભા ઘરેલુ ક્રિકેટ પુરતી સીમિત રહી. તે 30 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી હતી પરંતુ કમનસીબે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન માટે રમી શક્યો નહોતો.
જાણી લો કોણ હતો સૌથી સફળ ક્રિકેટર?
આ પરિવારમાં ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો ખૂબ જબરદસ્ત હતો. તમામ ભાઈઓમાં વઝીર મોહમ્મદ એક સફળ ક્રિકેટર હતો અને તેણે પાકિસ્તાન માટે 20 ટેસ્ટ રમી હતી અને 27.62ની સરેરાશથી 801 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 1952માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ નવેમ્બર 1959માં ઢાકામાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. જો રેકોર્ડ પર નજર કરીએ તો હનીફ અને મુશ્તાકે પણ ટીમમાં સારું નામ કમાવ્યું હતું. બંનેએ ઓલરાઉન્ડર તરીકે સફળતા મેળવી હતી.
હનીફે 337 રન બનાવ્યા હતા
હનીફ મોહમ્મદના નામે એક શાનદાર રેકોર્ડ છે. હનીફે 1952માં દિલ્હીમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેની કારકિર્દીમાં તેણે 55 ટેસ્ટમાં 43.98ની સરેરાશથી 3915 રન (12 સદી અને 50 અડધી સદી) બનાવી છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 337 રનનો સમાવેશ થાય છે. તેની આ શાનદાર ઈનિંગ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ હતી. તેના નામે બેવડી સદી પણ નોંધાયેલી છે. આ સિવાય મુશ્તાકની ગણતરી ટોપ ઓલરાઉન્ડરોમાં થતી હતી. તેણે 19 ટેસ્ટમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ પણ કરી હતી. નિવૃત્તિ બાદ તેઓ પાકિસ્તાનના કોચ પણ રહ્યા હતા. તેણે પાકિસ્તાન ટીમ માટે 57 ટેસ્ટ અને 10 વન ડે મેચ રમી હતી.
એક મેચમાં 3 ભાઈઓ સાથે રમ્યા હતા
મોહમ્મદ ભાઈઓમાં સૌથી નાના સાદિક મોહમ્મદે પાકિસ્તાન માટે 41 ટેસ્ટ અને 19 વનડે રમી હતી. ટેસ્ટમાં તેના નામે 35.81ની એવરેજથી 2579 રન અને 5 સદી છે. તેણે 19 ODI પણ રમી જેમાં તેણે 21.27ની એવરેજથી 383 રન બનાવ્યા. સાદિકે ઓક્ટોબર 1969માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ મેચ તેના માટે યાદગાર સાબિત થઈ કારણ કે તે દરમિયાન તેના ભાઈ હનીફ અને મુશ્તાક પણ સામેલ હતા. ડેબ્યૂ ટેસ્ટમાં સાદીકે મોટા ભાઈ હનીફ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે