પાકિસ્તાનની વનડે શ્રેણીમાં જીત, ઝિમ્બાબ્વેને 5-0થી હરાવ્યું

પાકિસ્તાને પ્રથમ મેચ 201 રનથી, બીજો અને ત્રીજો નવ-નવ વિકેટથી તથા ચોથો મેચ 244 રનથી જીતી હતી. 

પાકિસ્તાનની વનડે શ્રેણીમાં જીત, ઝિમ્બાબ્વેને 5-0થી હરાવ્યું

બુલાવાયોઃ પાકિસ્તાને વનડે મેચમાં ઝિમ્બાબ્વેને અહીં 131 રનથી હરાવીને શ્રેણી 5-0થી જીતી લીધી. પાકિસ્તાને ચાર વિકેટ પર 364 રનના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 50 ઓવરમાં ચાર વિકેટ પર 233 રન બનાવી શકી હતી. પહેલા ચાર મેચોમાં ફ્લોપ રહેલા ઝિમ્બાબ્વેના બેટ્સમેનોનું ધ્યાન મેચ જીતવાથી વધુ 50 ઓવર બેટિંગ કરવા પર હતું. 

પાકિસ્તાન માટે વનડેમાં બેવડી સદી ફટકારનાર ફખર જમાને 18 ઈનિંગમાં 1000 રન પૂરા કરીને વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેના 85 રનની મદદથી શ્રીલંકાએ અંતિમ મેચમાં ચાર વિકેટે 364 રન બનાવ્યા હતા. 

જમાને વેસ્ટઇન્ડિઝના મહાન ખેલાડી સર વિવ રિચર્ડ્સનો 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો જેમણે 21 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. પાકિસ્તાન માટે જમાને અર્ધસદી સિવાય ઓપનિંગ બેટ્સમેન ઇમામ ઉલ હક (110) અને બાબર આઝમે (અણનમ 106) સદી ફટકારી હતી. જમાન અને ઇમામ ઉલ હકે 25 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 168 રન સુધી પહોંચાડી દીધો હતો. ત્યારબાદ 168ના સ્કોર જમાન આઉટ થયો હતો. સદી ચૂકનાર જમાને પાંચ મેચોની શ્રેણીમાં સૌથી વધુ 515 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે એકદિવસીય મેચમાં બે વાર આઉટ થયા વચ્ચે 455 રન બનાવ્યા. તે શ્રેણીના પ્રથમ મેચ બાદ અંતિમ મેચમાં આઉટ થયો. 

આઝમે 72 બોલમાં સદી પૂરી કરીને ટીમનો સ્કોર 350ને પાર પહોંચાડ્યો હતો. તેણે અંતિમ 50 માત્ર 17 બોલમાં પૂરા કર્યા હતા. લક્ષ્ય હાસિલ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ કેપ્ટન હૈમિલ્ટન માસકાદ્જા (34) અને તિનાશે કામુનહુકામવે (34)એ પ્રથમ વિકેટ માટે 66 રન જોડ્યા. પ્રિંસ માસવારૂવે 39 અને રેયાન મુર્રેએ 47 રન બનાવ્યા. બંન્ને ખેલાડીઓનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. પીટર મૂરે અણનમ 44 રન જોડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news