પેરિસ ઓલિમ્પિક 2024: મનુ ભાકર હેટ્રિક ચૂકી ગઈ, જાણો કેવી રીતે હાથમાંથી મેડલ સરકી ગયો
Paris Olympic 2024: ભારતીય 22 વર્ષની શૂટર મનુ ભાકર ઈતિહાસ રચવાનું ચૂકી ગઈ છે. પેરિસ ઓલિમ્પિકની 25 મીટર પિસ્તોલમાં તે ચોથા ક્રમે રહી હતી. તે છેલ્લી ઘડીએ ટોપ-3માંથી બહાર આવી ગઈ હતી. પહેલાં ગોલ્ડ મેડલની દાવેદાર બની હતી, પરંતુ શૂટ ઓફમાં કમાલ ન કરી શકી. તેનો સ્કોર 28 હતો.
Trending Photos
ભારતની મનુ ભાકરે મહિલાઓની 25 મીટર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું અને શનિવારે ઓલિમ્પિક ગેમ્સમાં એક શાનદાર અભિયાનને સમાપાન કરીને અભૂતપૂર્વ બે મેડલ જીત્યા હતા. 22 વર્ષીય ભાકરે મહિલાઓની આઠ ફાઇનલમાં 28નો સ્કોર બનાવ્યો હતો. તે ગેમ્સની એક જ સિઝનમાં મેડલની હેટ્રિક પૂરી કરવાનું ચૂકી ગઈ હતી. ભાકર શૂટ ઓફમાં બ્રોન્ઝ મેડલ વિજેતા હંગેરીની વેરોનિકા મેજર સામે હારી ગઈ હતી. ભાકર પહેલાં કોઈપણ ભારતીય એથ્લેટ (સ્વતંત્ર ભારત) એ એક ઓલિમ્પિકમાં એકથી વધુ મેડલ જીત્યા નથી.
ક્વોલિફિકેશનમાં ભાકરે સંભવિત 600માંથી 590 (ચોક્કસતામાં 294, ઝડપીમાં 296) સ્કોર કર્યા અને આ ઓલિમ્પિકની ત્રીજી ફાઇનલમાં બીજા સ્થાને પહોંચી હતી. અગાઉ ભાકરે વ્યક્તિગત 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને પછી સરબજોત સિંહ સાથે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઇવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભાકરના બીજા બ્રોન્ઝ મેડલથી તે આઝાદી પછી એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની ગઈ.
મનુની શરૂઆત ખરાબ રહી હતી
મનુ ભાકરની 25 મીટર પિસ્તોલની ફાઈનલની શરૂઆત ખરાબ રહી હતી. તે પાંચમાંથી માત્ર બે શોટ જ મેનેજ કરી શકી હતી. તે છઠ્ઠા સ્થાને હતી, પરંતુ તે પછી તેણીએ પાંચમાંથી ચાર લક્ષ્યોને પાર કરી તે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
મનુ ભાકરે ફરી એક શાનદાર વાપસી કરી
મનુ ભાકરે આગલા રાઉન્ડમાં પાંચમાંથી ચાર શોટ ફટકારી એલિમિનેશન રાઉન્ડમાં બીજા સ્થાને પહોંચી હતી. આ રીતે તે મેડલની રેસમાં આવી ગઈ. જોકે, અંત મનુ માટે દુઃખદ હતો. તેણી ત્રીજા-ચોથા સ્થાનના એલિમિનેશન શૂટ-ઓફમાં હારી ગઈ હતી. આમ તે મેડલ મેળવવાથી ચૂકી ગઈ, આમ છતાં 22 વર્ષીય ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું, કારણ કે તે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ સાથે ઘરે પરત ફરશે.
કોરિયાએ ગોલ્ડ જીત્યો!
દક્ષિણ કોરિયાની જીઓન યાંગે સિલ્વર મેડલ જીતનારી ફ્રાન્સની કેમિલ જેદ્રઝેવસ્કી સામે શૂટ-ઓફ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હંગેરીની વેરોનિકા મેજરે તેના અંતિમ રાઉન્ડમાં માત્ર 2/5 પોઇન્ટ મેળવ્યા બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે