રજત શર્માએ સવા વર્ષમાં જ DDCA અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ...

જાણિતા પત્રકાર અને દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રજત શર્મા (Rajat Sharma)એ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. રજત શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પોતાના સિદ્ધાંતો, ઇમાનદારી અને પારદર્શિતાની સાથે કામ કરતાં ડીડીસીએનું કામ સંભાળવું શક્ય નથી એટલા માટે પદ છોડી રહ્યો છું.

રજત શર્માએ સવા વર્ષમાં જ DDCA અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ...

નવી દિલ્હી: જાણિતા પત્રકાર અને દિલ્હી જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રજત શર્મા (Rajat Sharma)એ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. રજત શર્માએ સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પોતાના સિદ્ધાંતો, ઇમાનદારી અને પારદર્શિતાની સાથે કામ કરતાં ડીડીસીએનું કામ સંભાળવું શક્ય નથી એટલા માટે પદ છોડી રહ્યો છું. રજત શર્માએ કહ્યું કે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતો નથી. 

સવા વર્ષમાં છોડ્યું પદ
રજત શર્માએ સવા પહેલાં જ યોજાયેલી ચૂંટણીમાં અડધાથી વધુ વોટ પ્રાપ્ત કરતાં અધ્યક્ષ પદ પ્રાપ્ત કર્યું હતું. આ ચૂંટણી બીસીસીઆઇના નવા સંવિધાનની જોગવાઇ હેઠળ યોજાઇ હતી, પરંતુ ઘણા લોકોએ આ ચૂંટણીને યોગ્ય ગણાવી ન હતી અને ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. આ માંગની સાથે રજત શર્મા પર રાજીનામા માટે દબાણ નાખી રહી છે. 

રજત શર્માએ શું કહ્યું હતું પોતાના ટ્વિટમાં
રજત શર્માએ પોતાના ટ્વિટમાં જાણકારી આપતાં કહ્યું કે 'આજે હું ડીડીસીએના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રહ્યો છું અને તેને એપેક્સ કાઉન્સિલને મોકલી દીધું. મને સમર્થન અને સન્માન આપવા બદલ તમારા બધાનો આભાર વ્યક્ત કર્યું છું. દિલ્હી ક્રિકેટને શુભેચ્છાઓ.

— Rajat Sharma (@RajatSharmaLive) November 16, 2019

બીજું શું કહ્યું રજત શર્માએ 
પ્રિય સભ્યો જ્યારથી તમે મને DDCAનો અધ્યક્ષ ચૂંટ્યો છે હું સમયાંતરે તમને મારા કામ વિશે જાણકારી આપતો રહ્યો છું. હું DDCA ને સારી બનાવવા માટે, પ્રોફેશનલ અને પારદર્શી બનાવવા માટે જે પગલું ભર્યું તેના વિશે તમને જણાવ્યું. તમને કરેલા વાયદાઓને પુરા કરવાની જાણકારી આપી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news