રણજી ટ્રોફીઃ મધ્ય પ્રદેશ 35/3ના સ્કોર બાદ 35 રન પર ઓલઆઉટ, બનાવ્યો અણગમતો રેકોર્ડ

મધ્યપ્રદેશે આંધ્ર વિરુદ્ધ આ મેચમાં પોતાની અંતિમ છ વિકેટ માત્ર 23 બોલના ગાળામાં ગુમાવી હતી. આંધ્રએ આ મેચ 307 રનથી જીતી હતી.   

Updated By: Jan 9, 2019, 06:15 PM IST
 રણજી ટ્રોફીઃ મધ્ય પ્રદેશ 35/3ના સ્કોર બાદ 35 રન પર ઓલઆઉટ, બનાવ્યો અણગમતો રેકોર્ડ
તસવીર-PTI

ઈન્દોરઃ મધ્ય પ્રદેશની ટીમ રણજી ટ્રોફી 2018-19 સિઝનના અંતિમ રાઉન્ડમાં બુધવાર (9 જાન્યુઆરી) માત્ર 35 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આંધ્ર પ્રદેશ વિરુદ્ધ આ મેચમાં મધ્ય પ્રદેશને જીતવા માટે 343 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેના જવાબમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આવા ધબડકાની કોઈને આશા ન હતી. તેણે પોતાની અંતિમ છ વિકેટ માત્ર 23 બોલના ગાળામાં ગુમાવી હતી. 

રસપ્રદ વાત તે છે કે બે દિવસ પહેલા ત્રિપુરાની ટીમ પણ રાજસ્થાન વિરુદ્ધ માત્ર 35 રનમાં ઓલઆઉટ થઈ હઈ હતી. રણજી ટ્રોફીના ઈતિહાસમાં 35 રન સંયુક્ત રૂપે 13મો સૌથી નાનો સ્કોર છે. આ મધ્યપ્રદેશની ટીમનો આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર પણ છે. 

મહત્વની વાત છે કે મધ્યપ્રદેશની ટીમ એલીટ ગ્રુપ બી મેચની બંન્ને ઈનિંગમાં 100નો સ્કોર કરવામાં અસફળ રહી હતી. યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 91 રનમાં ઓલઆઉટ છઈ ગઈ હતી. આંધ્રની ટીમે પ્રથમ ઈનિંગમાં 132 અને બીજી ઈનિંગમાં 301 રન બનાવ્યા હતા. આ રીતે મધ્યપ્રદેશનો 307 રને પરાજય થયો હતો. આ હારની સાથે મધ્યપ્રદેશ ટૂર્નામેન્ટની નોકઆઉટની રેસમાંથી બહાર થઈ ગયું છે. 

ઈન્ડોરમાં રમાયેલી મેચના ત્રીજા દિવસની શરૂઆત આંધ્રની બેટિંગથી થઈ હતી. આંધ્રએ પોતાની બીજી ઈનિંગ સાત વિકેટ પર 198 રનથી આગળ વધારી હતી. એવું લાગી રહ્યું હતું કે, આંધ્ર ઝડપથી આઉટ થઈ જશે પરંતુ પોતાનો પ્રથમ રણજી મેચ રમી રહેલા કરન શિંદેએ અણનમ 103 રન બનાવી ટીમને 300ને પાર પહોંચાડી હતી. 

આ રીતે મધ્યપ્રદેશને 343 રનનો લક્ષ્ય મળ્યો હતો. તેણે એક સમયે 3 વિકેટ પર 32 રન બનાવી લીધા હતા. તે સમયે મધ્યપ્રદેશની આશા મિડલ અને લોઅર ઓર્ડર પર ટકેલી હતી. પરંતુ આંધ્રના બોલરોઓ આગામી ત્રણ રનની અંદર મધ્યપ્રદેશની બાકીની સાત વિકેટ ઝડપીને ટીમને શર્મજનક પરાજય આપ્યો હતો. 

મધ્યપ્રદેશની ટીમ બીજી ઈનિંગમાં 16.5 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. આંધ્ર પ્રદેશના બોલર કેવી શશિકાંતે આઠ ઓવરના સ્પેલમાં 16 રન આપીને 6 વિકેટ ઝડપી, જ્યારે ડીપી વિજયકુમારે 8.5 ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. એક બેટ્સમેન એબ્સેન્ટ હર્ટ હતો.