IPL 2023: આ ગુજ્જુ ખેલાડી નિવૃત્તિ જાહેર કરે તો નવાઈ નહીં!, ખરાબ રીતે વેડફાઈ રહી છે સોનેરી તકો

IPL 2023 News: ભારતનો એક ક્રિકેટર ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ પણ સુધર્યો નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ હવે આ ખેલાડીનું IPL 2023માં પણ ખરાબ પ્રદર્શન ચાલુ છે. ભારતનો આ ખેલાડી આઈપીએલ 2023માં મળેલી સોનેરી તક ખુબ જ ખરાબ રીતે બરબાદ કરી રહ્યો છે. 

IPL 2023: આ ગુજ્જુ ખેલાડી નિવૃત્તિ જાહેર કરે તો નવાઈ નહીં!, ખરાબ રીતે વેડફાઈ રહી છે સોનેરી તકો

IPL 2023 News: ભારતનો એક ક્રિકેટર ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ પણ સુધર્યો નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ હવે આ ખેલાડીનું IPL 2023માં પણ ખરાબ પ્રદર્શન ચાલુ છે. ભારતનો આ ખેલાડી આઈપીએલ 2023માં મળેલી સોનેરી તક ખુબ જ ખરાબ રીતે બરબાદ કરી રહ્યો છે. ત્યારબાદ હવે આ ખેલાડીનું કરિયર ખતમ થવાની કગાર પર છે. IPL 2023 બાદ જો આ ખેલાડી નિવૃત્તિની જાહેરાત કરે તો કોઈને નવાઈ નહીં લાગે. 

IPL 2023 બાદ નિવૃત્તિ લેશે ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી?
ભારતના આ ખેલાડીનું લાંબા સમયથી ખરાબ પ્રદર્શન ચાલુ છે. ભારતીય ક્રિકેટ  ટીમમાંથી પણ આ ખેલાડીને સિલેક્ટર્સે ખરાબ પ્રદર્શનના કારણે બહાર કર્યો હતો અને હવે IPL 2023માં પણ આ ખેલાડી પોતાની જ ટીમ માટે સૌથી મોટી સમસ્યા બની બેઠો હોય તેવું લાગે છે. અહીં વાત થાય છે ગુજ્જુ ખેલાડી અને ફાસ્ટ બોલર હર્ષલ પટેલની. જેનું આઈપીએલ 2023માં ખરાબ પ્રદર્શન ચાલુ જ છે. જો આમ જ ચાલતું રહ્યું તો આ સીઝન હર્ષલ પટેલની કરિયરની છેલ્લી IPL સીઝન સાબિત થશે. 

ટીમ ઈન્ડિયામાંથી થયો છે બહાર
ફાસ્ટ બોલર હર્ષલ પટેલને ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયામાંથી તો પહેલા જ બહાર કરી દેવાયો છે. હર્ષલ પટેલ માટે IPL 2023 સીઝન ખુબ મહત્વની માનવામાં આવી રહી હતી. પરંતુ હર્ષલ પટેલે IPL 2023 સીઝનમાં 29.50ની ખરાબ બોલિંગ સરેરાશ અને 9.94ના ઈકોનોમી રેટથી 295 રન આપ્યા છે. હર્ષલ પટેલને 8 મેચમાં 10 વિકેટ ભલે મળી હોય પરંતુ તેણે તેના માટે પાણીની જેમ રન આપ્યા છે. 

સૌથી નબળી કડી સાબિત થઈ રહ્યો છે
હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની બોલિંગની સૌથી નબળી કડી સાબિત થઈ રહ્યો છે. આવામાં જો આગામી વર્ષે આરસીબીની ટીમ તેને રિલીઝ પણ કરી શકે છે. રહ્યો સવાલ ટીમ ઈન્ડિયામાં વાપસીનો તો હવે હર્ષલ પટેલ માટે વાપસી લગભગ અશક્ય જેવી થઈ ગઈ છે. હર્ષલ પટેલે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 25 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે માત્ર 29 વિકિેટ લીધી છે. હર્ષલ પટેલે પોતાની ગત 12 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 5 વાર 40થી વધુ રન આપ્યા છે. હર્ષલ પટેલ પોતાની આ નબળાઈના કારણે હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા ડીઝર્વ કરતો નથી. જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 અને વનડે સિરીઝમાં હર્ષલ પટેલને સિલેક્ટર્સે કોઈ ભાવ આપ્યો નહીં અને ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ નહીં. તથા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં પણ આ  ખેલાડીને નજરઅંદાજ કરાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news