પંતને છોડીને સિલેક્ટરે ધોનીનો કર્યો સમાવેશ, આ 4 કારણોથી પસંદગી માટે થયો મજબૂર

મહેન્દ્ર સિંહ ધોનીની ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી ટી20 સિરીઝ માટે ટીમમાં વાપસી કરી છે. 
 

 પંતને છોડીને સિલેક્ટરે ધોનીનો કર્યો સમાવેશ, આ 4 કારણોથી પસંદગી માટે થયો મજબૂર

મુંબઈઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસે રમાનારી ટી20 સિરીઝ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભારતીય ટી20 ટીમમાં વાપસી થઈ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતે વનડે સિરીઝ રમવાની છે. ટીમ ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. મહેન્દ્ર સિંહ ધોનીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝ માટે ભારતીય ટી20 ટીમમાં વાપસી કરી જ્યારે યુવા વિકેટકીપર રિષભ પંતને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 

ધોનીને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ટી20 સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી ટી20 સિરીઝમાં ધોનીને ટીમમાં સ્થાન ન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે, તેનું ટી20 કરિયર પૂરૂ થઈ ગયું છે. પસંદગીકારોના નિર્ણયે તમામને ચોંકાવી દીધો હતો. આવો તે પાંચ કારણ પર નજર કરીએ જેના કારણે તેણે નિર્ણય લીધો. 

1. અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ધોનીને તક આપી અને બે મહત્વના વિદેશી પ્રવાસ પર તેના અનુભવને મહત્વ આપતા ટીમમાં પરત બોલાવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં ભારતે 12 જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. પરંતુ ધોની વનડે ટીમમાં સતત રમતો રહ્યો છે. 

2. 37 વર્ષના ધોનીની પસંદગી યોગ્ય ઠેરવતા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, હવે માત્ર આઠ વનડે રમવાના છે તો પસંદગીકાર ધોનીને વિશ્વકપ પહેલા પૂરો સમય આપવા ઈચ્છે છે. ત્રણ ટી20 મેચોનો મતલબ છે કે, તે આગામી એક મહિનામાં 11 મેચ રમશે. 

3. 21 વર્ષીય પંત ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની સાથે રમાયેલી પાંચ વનડે મેચની સિરીઝમાં બેકઅપ તરીકે લેવામાં આવ્યો હતો. પંત પાંચમાંથી 3 મેચ વિશેષ બેટ્સમેન તરીકે રમ્યો હતો. આ ત્રણ મેચમાંથી બેમાં તેને બેટિંગ કરવાની તક મળી. કુલ 41 રન બનાવ્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર 24 રન હતો. ત્રીજી મેચમાં તેણે મહત્વના સમયે વિકેટ ગુમાવી જેના કારણે ટીમનો પરાજય થયો હતો. 

4. ટી20માં પંતે સારી બેટિંગ કરી પરંતુ ટીમની જરૂરીયાત અનુસાર અત્યારે બેટિંગ કરવા સક્ષમ નથી. હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં મહત્વની તક ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news