સ્વિસ કિંગ રોજર ફેડરરે 37 વર્ષની ઉંમરે કબજે કર્યો 99મો ખિતાબ
રોજર ફેડરરે સ્વિસ ઈન્ડોર્સના ફાઇનલમાં રોમાનિયાના મોરિયસ કોપિલને હરાવ્યો હતો.
Trending Photos
બાસેલઃ વર્લ્ડ નંબર-3 રોજર ફેડરરે રવિવારે સ્વિસ ઈન્ડોર્સનો ફાઇનલ જીતવાની સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. આ તેનું 99મું ટાઇટલ છે. 37 વર્ષના ફેડરરે સ્વિસ ઈન્ડોર્સ ટેનિસ ટૂર્નામેન્ટ નવમી વખત જીતી છે. આ સાથે તે સૌથી વધુ આ ટૂર્નામેન્ટ જીતનાર ખેલાડી બની ગયો છે. રોજર 20 વર્ષના કેરિયરમાં 14મી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો.
ફેડરરે કોપિલને 7-6(5), 6-4થી હરાવ્યો
ટોપ સીડ રોજર ફેડરરે ફાઇનલમાં રોમાનિયાના ક્વોલિફાયરમાં મોરિયસ કોપિલને 7-6(5), 6-4થી હરાવ્યો હતો. આ બંન્ને ખેલાડીઓ વચ્ચે પ્રથમ મુકાબલો હતો. મોરિયસ કોપિલની પાસે કરિયરનું પ્રથમ ટાઇટલ જીતવાની તક હતી, પરંતુ ફેડરરે તેની આશા પર પાણી ફેરવી દીધું હતું.
કોપિલના પ્રથમ ટાઇટલનું સપનું તૂટ્યુ
28 વર્ષના મોરિયસ કોપિલ બીજી વરિયતા પ્રાપ્ત જ્વેરેવને હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે ફેડરરને પ્રથમ સેટમાં ટક્કર આપી હતી. પરંતુ ટાઇબ્રેકમાં હારી ગયો. ત્યારબાદ ફેડરરે બીજો સેટ આસાનીથી જીતી લીધો.
100 ટાઇટલ જીતનારો બીજો ખેલાડી બનશે
સ્વિસ કિંગના નામથી લોકપ્રિય ફેડરરે સ્વિસ ઈન્ડોર્સ જીતીને એટીપી સિંગલ્સના ટાઇટલોની સંખ્યા 99 પર પહોંચાડી દીધી છે. હવે તે 100માં ટાઇટલથી એક કદમ દૂર છે. વર્લ્ડ ટેનિસમાં માત્ર અમેરિકાના જિમી કોનર્સે જ 100 કરતા વધુ ટાઇટલ જીત્યા છે. તેણે 24 વર્ષના કેરિયરમાં 109 સિંગલ્સ ટાઇટલ જીત્યા છે.
સૌથી વધુ ટાઇટલ જીતનાર 5 ખેલાડી (પુરૂષ સિંગલ્સ)
ખેલાડી દેશ ટાઇટલ
જિમી કોનર્સ અમેરિકા 109
રોજર ફેડરર સ્વિટ્ઝર્લેન્ડ 99
ઇવાન લેન્ડલ ચેક-રિપલ્બિક/અમેરિકા 94
રાફેલ નડાલ સ્પેન 80
જોન મૈકેનરો અમેરિકા 77
2018માં ચાર ટાઇટલ જીતી ચુક્યો છે ફેડરર
રોજર ફેડરરે 2018માં અત્યાર સુધી ચાર ટાઇટલ જીત્યા છે. તેમાં વર્ષનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન પણ સામેલ છે. આ સિવાય તેણે રોટરડમ, સ્ટટગર્ડ અને બાસેલમાં ટાઇટલ જીત્યું છે. ફેડરર હાલમાં એટીપી રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. સ્પેનનો નડાલ પ્રથમ અને જોવાક જોકોવિચ બીજા સ્થાન પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે