french open 2021: ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો રોજર ફેડરર, જણાવ્યું આ કારણ
ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ફ્રેન્ટ ઓપન ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
પેરિસઃ ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે ફ્રેન્ડ ઓપનમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. ફેડરર પોતાના ત્રીજા રાઉન્ડના મુકાબલા બાદ ખુબ થાકેલો જોવા મળ્યો હતો અને તેણે સંકેત આપ્યા હતા કે તે ટૂર્નામેન્ટ વચ્ચે છોડી શકે છે. ફેડરરે ટૂર્નામેન્ટના આયોજકોને આ જાણકારી આપી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ફેડરેશન તરફથી જારી નિવેદનમાં ફેડરરે કહ્યુ- મારી ટીમ સાથે વાત કર્યા બાદ મેં તે નિર્ણય કર્યો છે કે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટમાંથી આજે મારૂ નામ પરત લઈ રહ્યો છું. બે ઘુંટણની સર્જરી અને લગભગ એક વર્ષના રિહેબ બાદ તે મહત્વપૂર્ણ છે કે હું મારી બોડીનું સાંભળુ અને આગળ ટૂર્નાનેન્ટમાં ન રમુ.
— Roger Federer (@rogerfederer) June 6, 2021
ફેડરરે પોતાના ત્રીજા રાઉન્ડની મેચમાં 59મી રેન્કિંગના ડોમિનિક કોપફરને 7-6 (5), 6-7 (3), 7-6 (4), 7-5 થી હરાવ્યો હતો. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી મેચમાં ફેડરર શારીરિક રીતે ખુબ થાકેલો જોવા મળ્યો હતો. ફેડરરે મેચ બાદ કહ્યુ હતુ- મને ખ્યાલ નથી કે હું આગળ રમી શકીશ કે નહીં. મારે નિર્ણય લેવો પડશે રમવું છે કે નહીં. મારા ઘુંટણ પર સતત પ્રેશર આપવું વધુ રિસ્કી નથી? દરેક મેચમાં મારે મારી સ્થિતિ જોવી પડશે અને તે વાત પર ધ્યાન આપવું પડશે કે આગામી સવારે ઉઠવા પર હું કઈ સ્થિતિમાં છું અને મારા ઘુંટણ કઈ રીતે કામ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે