રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો, વિરાટ કોહલીને પાછળ છોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો છે. લખનઉમાં શ્રીલંકા સામે રમાયેલી પહેલી ટી-20 મેચમાં રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ભારતીય કેપ્ટન ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો, વિરાટ કોહલીને પાછળ છોડ્યો

લખનઉ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો છે. લખનઉમાં શ્રીલંકા સામે રમાયેલી પહેલી ટી-20 મેચમાં રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ભારતીય કેપ્ટન ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ અને ભારતના વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. આ મેચની પહેલાં રોહિત શર્માને આ રેકોર્ડને પાછળ છોડવા માટે માત્ર 37 રનની જરૂર હતી. પહેલી ટી-20 મેચમાં તેણે 37  બનાવતાની સાથે જ તે સૌથી વધારે ટી-20 રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન:
1. રોહિત શર્મા - 123 મેચ, 3307 રન
2. માર્ટિન ગુપ્ટિલ - 112 મેચ, 3299 રન
3. વિરાટ કોહલી - 97 મેચ, 3296 રન

રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી:
123 મેચ, 3307 રન, એવરેજ 33.07
4 સદી, 26 અર્ધસદી, 155 સિક્સર
 
શ્રીલંકા સામે પહેલી ટી-20માં રોહિત શર્મા:
32 બોલ, 44 રન, 2 ચોક્કા, 1 સિક્સર

ભારત-શ્રીલંકાની વચ્ચે સૌથી વધારે સિક્સર:
માત્ર ટી-20 ક્રિકેટમાં જ સૌથી વધારે નહીં પરંતુ રોહિત શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે થયેલી તમામ ટી-20 મેચમાં રોહિત શર્મા સૌથી વધારે સિક્સર ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 15 ટી-20 સિક્સર ફટકારી છે.

ભારત-શ્રીલંકાની વચ્ચે સૌથી વધારે સિક્સર (ટી-20):
1. રોહિત શર્મા- 15 સિક્સર
2. કુશલ પરેરા - 14 સિક્સર
3. શિખર ધવન - 12 સિક્સર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news