SA vs IND: પ્રથમ દિવસે ભારતીય બેટરોનો ધબડકો, ટીમ ઈન્ડિયા 223 રનમાં ઓલઆઉટ, આફ્રિકા 17/1
સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બેટરોનો ધબડકો થયો હતો. ટીમ ઈન્ડિયા માત્ર 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા.
Trending Photos
કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ આજથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં શરૂ થઈ છે. ભારતે આ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 79 અને ચેતેશ્વર પુજારાએ 43 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ દિવસના અંતે 1 વિકેટે 17 રન બનાવી લીધા છે. દિવસના અંતે એડન માર્કરમ 8 અને કેશવ મહારાજ 6 રન બનાવી ક્રિઝ પર છે.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. એલ્ગર માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ આફ્રિકાએ નાઇટ વોચમેનના રૂપમાં કેશવ મહારાજને ઉતાર્યો હતો.
કોહલી સિવાય ભારતના તમામ બેટર ફ્લોપ
ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો અને બંનેએ 31 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીને ડુઆને ઓલિવરે કેએલ રાહુલને 12 રને આઉટ કરીને તોડી હતી. ત્યારબાદ ભારતને મયંક અગ્રવાલ (15) ના રૂપમાં બીજો ઝટકો આપ્યો હતો. રબાડાએ મયંકને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ચેતેશ્વર પુજારા 77 બોલમાં 43 રન બનાવી જાનસેનની ઓવરમાં આઉટ થયો હતો.
ત્યારબાદ રહાણે 9 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. રિષભ પંત 27 રન બનાવી જાનસેનની ઓવરમાં આઉટ થયો હતો. અશ્વિન માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર 12 રને કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. બુમરાહને રબાડાએ આઉટ કર્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 79 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ ચાર, જાનસેને ત્રણ, ઓલિવિર એનગિડી અને મહારાજને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે