IND-SA સિરીઝ વચ્ચે આ સ્ટાર ખેલાડીએ બધાને ચોંકાવ્યા, અચાનક કરી નિવૃત્તિની જાહેરાત

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ વચ્ચે આફ્રિકાના વધુ એક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 

IND-SA સિરીઝ વચ્ચે આ સ્ટાર ખેલાડીએ બધાને ચોંકાવ્યા, અચાનક કરી નિવૃત્તિની જાહેરાત

નવી દિલ્હીઃ વિશ્વભરમાં આ સમયે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝ રમાઈ રહી છે. તો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક ટેસ્ટ સિરીઝ સમાપ્ત થઈ છે. તો ભારત અને આફ્રિકા વચ્ચે પણ ત્રીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે સાઉથ આફ્રિકાના વધુ એક સ્ટાર ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. 

આ ખેલાડીએ લીધી નિવૃત્તિ
સાઉથ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે અચાનક ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીને 2019 બાદ આફ્રિકા તરફથી રમવાની તક મળી નથી. ત્યારબાદ તેણે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. તેનો આ નિર્ણય ચોંકાવનારો છે કારણ કે મોરિસ ફિટ છે અને હજુ એક-બે વર્ષ રમી શકતો હતો. મોરિસને ભારત વિરુદ્ધ ટેસ્ટ અને વનડે સિરીઝમાં તક મળી નથી. 

— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2022

આઈપીએલમાં બન્યો હતો સૌથી મોંઘો ખેલાડી
મહત્વનું છે કે ક્રિસ મોરિસ આઈપીએલમાં પણ સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ તેને અત્યાર સુધી દરેક હરાજીમાં મોટી રકમ મળી છે. રાજસ્થાન રોયલ્સે 2021ની સીઝન માટે તેને રેકોર્ડ 16.25 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તે પૈસા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહીં. 

મોરિસનું કરિયર
ક્રિસ મોરિસે પોતાના નાના કરિયરમાં સાઉથ આફ્રિકા માટે કુલ 4 ટેસ્ટ, 42 વનડે અને 23 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેણે ક્રમશઃ 12, 48 અને 34 વિકેટ લીધી હતી. મોરિસે આઈપીએલની 81 મેચમાં 95 વિકેટ ઝડપી છે. 34 વર્ષના મોરિસે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news