Sachin Tendulkar એ 8 વર્ષ પહેલાં આજના જ દિવસે લીધું હતું Retirement, છતાં હજુ સુધી નથી તૂટ્યા આ રેકોર્ડ
Trending Photos
નવી દિલ્હીઃ 15 નવેમ્બર 1989ના રોજ 16 વર્ષિય સચિન તેંડુલકરે ભારતના કટ્ટર પ્રતિસ્પર્ધિ એવા પાકિસ્તાન સામે ડેબ્યુ કર્યું હતું. જે સમયે તેંડુલકર ગ્રાઉન્ડમાં ઉતર્યો હતો ત્યારે ભારતની 41 રને 4 વિકેટ પડી હતી. પોતાની પ્રથમ મેચમાં સચિન દિગ્ગજ બોલરોનો સામનો કરી રહ્યો હતો. વકાર યૂનિસ, વસિમ અક્રમ, ઈમરાન ખાન આ ત્રણ બોલરો સામે 16 વર્ષિય તેંડૂલકર બેટિંગ કરવા ઉતર્યો હતો. પોતાની પ્રથમ મેચમાં જ તેંડુલકર વકાર યૂનિસના ઇન સ્વિંગ બોલમાં આઉટ થયો હતો. તે સિરીઝમાં સચિન 487 બોલ રમ્યો હતો અને 6 વખત આઉટ થયો હતો. એટલે એક ઈનિંગમાં સચિન 80 બોલ સરેરાશ રમ્યો હતો. જે એક 16 વર્ષના તેંડુલકર માટે પાકિસ્તાનના તુર્રમ ખાન બોલરો સામે રમવાનું ખુબ જ મોટી વાત હતી.
32 વર્ષ બાદ પણ તેંડૂલકર ભારતનું આજે પણ ગૌરવ છે. અને તેના રેકોર્ડનો પહાડ આજે પણ તોડવો ખુબ જ મુશ્કેલ છે. માસ્ટર બ્લાસ્ટર તેંડુલકરે દરેક દેશના દરેક બોલરોને બેહરેમીથી ધોયા છે. ત્યારે, આજેના દિવસે 8 વર્ષ અગાઉ તેંડૂલકરે તમામ ક્રિકેટ ફોર્મેટમાથી રિટાર્યમેન્ટની જાહેરાત કરી હતી. ત્યારે, આજે પણ તેંડુલકરના 5 રેકોર્ડ નથી તૂટ્યા.
1. ટેસ્ટ અને વન-ડેમાં સૌથી વધુ રન:
સચિન એક રન મશીન હતો. કોઈ પણ ફોર્મેટ હોય સચિનનું બેટ તાબડતોડ બોલતું, પછી એ કોઈ પણ દેશનો બોલર હોય. સચિન ટેસ્ટ ક્રિકેટમાં કલાકો સુધી બેટિંગ કરતો હતો. તેંડુલકરે 200મી મેચ સાથે ટેસ્ટ ફોર્મેટમાં રિટાર્યમેન્ટ જાહેર કર્યું હતું. અને 200 મેચોમાં તેંડૂલકરે 53.71ની એવરેજથી 15,921 રન કર્યા હતા. જ્યારે, વન-ડે મેચોમાં સચિને 463 મેચ રમી હતી. જેમાં, તેણે 44.83ની એવરેજથી 18,426 રન કર્યા હતા. એટલે બંને ફોર્મેટમાં સચિને 34,347 રન કર્યા છે. જે રેકોર્ડ હજુ સુધી તૂટ્યો નથી.
2. સૌથી વધુ ટેસ્ટ સદી:
સચિન તેંડૂલકરે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ એટલે ટેસ્ટ મેચમાં 51 સદી ફટકારી છે. તેંડૂલકરની ફેવરિટ અપોઝિશન ટીમ ઓસ્ટ્રેલિયા હતી. એટલે જ કદાચ ઓસ્ટ્રેલિયા સામેની 39 મેચમાં તેંડૂલકરે 55ની એવરેજથી 3630 રનમાં 11 સદીઓ ફટકારી હતી. 51માંથી 29 સદી તેંડૂલકરે વિદેશ પ્રવાસ દરમિયાન કરી હતી. જેમાંથી 17 દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હતી.
3. સૌથી લાંબૂ વન-ડે કરિયર:
સચિને 24 વર્ષ ક્રિકેટને આપ્યા, જે એક મોચી સિદ્ધી છે. પણ આ એક રેકોર્ડ છે નથી. બીજા ઘણા ખેલાડી છે જેમનું કરિયર આનાથી લાંબૂ છે. જોકે, વન-ડે ક્રિકેટમાં કોઈ પણ ખેલાડી સચિન જેટલું લાંબુ નથી રમ્યો. સચિને 22 વર્ષ અને 91 દિવસ વન-ડે ક્રિકેટને આપ્યા છે.
4. સૌથી વધુ વર્લ્ડ કપ રન:
સચિન તેંડૂલકર ભારત માટે 6 વર્લ્ડ કપ રમ્યા છે. 1992માં સચિન પ્રથમ વર્લ્ડ કપ મેચ રમ્યો હતો. અને છેલ્લી વર્લ્ડ કપ મેચ 2011ની ફાઇનલ હતી. સચિને 6 વર્લ્ડ કપમાં 56.95ની એવરેજ સાથે 2,278 રન કર્યા હતા. સચિને વર્લ્ડ કપમાં 6 સદી અને 15 અડધી સદી ફટકારી છે.
5. સૌથી વધુ ટેસ્ટ મેચ:
સચિને પોતાની કારકિર્દીમાં 200 ટેસ્ટ મેચો રમી છે. તેંડૂલકરે 200મી ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ સામે વાનખેડે મેદાનમાં આજના દિવસે 2013માં રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે