શું સાનિયા મિર્ઝા હકીકતમાં કરી રહી છે મોહમ્મદ શમી સાથે લગ્ન? પિતા ઈમરાનનું મહત્વપૂર્ણ નિવેદન

Sania Mirza MARRYING Indian Cricketer Mohammed Shami? સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના લગ્નના અહેવાલો સોશિયલ મીડિયા પર દરરોજ નવા રંગરૂપ સાથે જોવા મળી રહ્યા છે.

શું સાનિયા મિર્ઝા હકીકતમાં કરી રહી છે મોહમ્મદ શમી સાથે લગ્ન? પિતા ઈમરાનનું મહત્વપૂર્ણ નિવેદન

Sania Mirza MARRYING Indian Cricketer Mohammed Shami?: ટેનિસ સનસની સાનિયા મિર્ઝા અને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી શું લગ્ન કરવાના છે? જોકે, સોશિયલ મીડિયા પર બન્ને સ્ટારના લગ્નની અફવાહોનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયા પર બંને ટ્રેન્ડ કરી રહ્યાં છે. જેના કારણે ચાહકો મૂંઝવણમાં છે કે શું બંને ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ હવે સાનિયા મિર્ઝાના પિતા ઈમરાન મિર્ઝાએ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે અને આ અફવાઓની સત્યતા જણાવી છે. સાનિયાના પિતાએ પુષ્ટિ કરી છે કે જે પણ સમાચાર ફેલાઈ રહ્યા છે તે સંપૂર્ણ બકવાસ છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક એકબીજાથી અલગ થયા હતા. બીજી તરફ મોહમ્મદ શમી પણ તેની પત્ની હસીન જહાંથી અલગ રહે છે.

તાજેતરમાં સાનિયા મિર્ઝા હજ યાત્રા માટે રવાના થઈ છે. સાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે લાંબી રાહ જોયા બાદ તેને આ પવિત્ર યાત્રા પર જવાની તક મળી છે. સાનિયા મિર્ઝાએ પોતાની પવિત્ર હજ યાત્રા શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડીએ તેના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેણીને 'પવિત્ર યાત્રા પર જવાની અવિશ્વસનીય અવસર મળ્યો છે, કારણ કે તે ટૂંક સમયમાં સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હશે.

મિર્ઝાએ પોતાના X એકાઉન્ટ પર શેર કરેલી લાંબી નોટમાં સાનિયાએ લખ્યું છે, “મારા પ્રિય મિત્રો, હું એક નવા અનુભવની તૈયારી કરી રહી છું. હું તમારી પાસે મારી બધી ભૂલો માટે માફી માંગુ છું, મારું દિલ હાલ ઘણું ભાવુક અને કૃતજ્ઞતાથી ભરેલું છે. હું આશા રાખું છું કે અલ્લાહ મારી પ્રાર્થના સ્વીકારશે અને મને માર્ગદર્શન આપશે."

મિર્ઝાએ વધુમાં ઉમેર્યું, "હું ખૂબ જ ભાગ્યશાળી છું, કૃપા કરીને મને તમારા વિચારો અને પ્રાર્થનામાં રાખો. હું જીવનમાં એક ખૂબ જ ખાસ યાત્રા પર નીકળી રહી છું. મને આશા છે કે હું એક સારા વ્યક્તિના રૂપમાં એક સારું દિલ અને મજબૂત ઈમાનની સાથે પાછી આવીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news