જુનિયર ગોલ્ફર્સ શાન અમિન તથા ત્વિશા શાહનો દબદબો યથાવત્
Trending Photos
અમદાવાદ: કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે યોજાઈ રહેલી કેન્સવિલે જુનિયર ચેલેન્જના 6ઠ્ઠા ચરણમાં શહેરના 16 જુનિયર ગોલ્ફર્સે પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. છોકરાઓના વર્ગમાં 107 પોઈન્ટ્સ સાથે સી કેટેગરીમાં શાન અમિને પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જ્યારે 113 પોઈન્ટ્સ હાંસલ કરીને મિતાર્થ રાણાએ રનર-અપનું સ્થાન મેળવ્યું હતું. પાંચમાં ચરણમાં ડી કેટેગરીમાં રનર અપ રહેલાં અંશ જોબનપુત્રાએ કેટલાંક ઉત્કૃષ્ટ ગોલ્ફ રમીને 98 પોઈન્ટ્સ સાથે કેટેગરીમાં વિજય મેળવ્યો હતો. જ્યારે જસક્રિત સિંઘ સંધુ 102 પોઈન્ટ્સ સાથે રનર અપ રહેવા પામ્યો હતો.
ઈ કેટેગરીમાં દેવવ્રત સિંઘ રાજાવતે 48ના સ્કોર સાથે ઉત્કૃષ્ટ રમત દાખવી વિજય હાંસલ કર્યો હતો, જ્યારે 57ના સ્કોર સાથે આરુષ શાહ રનર અપ રહ્યો હતો. રિવાન શાહ 74 પોઈન્ટ્સ સાથે એફ કેટેગરીમાં ટોચના સ્થાને રહ્યો હતો.
છોકરીઓના વર્ગમાં નાઓમી વિભાકરે સતત ત્રીજી વખત ઈ કેટેગરીમાં 59 પોઈન્ટ્સ સાથે વિજયી ટ્રોફી હાંસલ કરી હતી. 61ના સ્કોર સાથે ટીયા શાહ રનર અપ રહી હતી, જ્યારે 104ના સ્કોર સાથે ડી કેટેગરીમાં ફરી ત્વિશા શાહ વિજેતા જાહેર થઈ હતી.
‘કેન્સવિલે જુનિયર ચેલેન્જ” એ દેશમાં જુનિયર ગોલ્ફર્સને પ્રોત્સાહન અને તાલીમ આપવા માટે હાથ ધરાયેલી પહેલ છે. વર્ષના દર બેકી મહિને રમાતી આ ટુર્નામેન્ટમાં ડિસેમ્બર, 2018 સુધી વ્યક્તિગત ચેપ્ટર્સ દ્વારા હાંસલ કરાયેલા પોઈન્ટ્સના માધ્યમથી તેમાં ભાગ લેનારા ખેલાડીઓની ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે અને તે મુજબ દરેક ખેલાડીને રેન્ક અપાશે. આ ટુર્નામેન્ટને સાવી ગ્રૂપ, ધ ગોલ્ફિંગ ઈન્ડિયન, ગોલ્ફ પ્લસ તથા ઝવેરચંદ સ્પોર્ટ્સ તરફથી સહયોગ પ્રાપ્ત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે