CWG 2022: ભારતના ખાતામાં આજે ચોથો ગોલ્ડ, ટેબલ ટેનિસમાં શરથ કમલ અને બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ જીત્યો Gold

CWG india 2022: કોમનવેલ્થ ગેમ્સના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓનો જલવો જોવા મળ્યો છે. અંતિમ દિવસે ભારતે ચોથો ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. 

CWG 2022: ભારતના ખાતામાં આજે ચોથો ગોલ્ડ,  ટેબલ ટેનિસમાં શરથ કમલ અને બેડમિન્ટનમાં સાત્વિક અને ચિરાગની જોડીએ જીત્યો Gold

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ-2022મા ભારતના એથલીટો શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. આજે ભારતના ખાતામાં ચોથો ગોલ્ડ મેડલ આવ્યો છે. બેડમિન્ટન મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજની જોડીએ ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. તો ટેબલ ટેનિસમાં ભારતના સ્ટાર ખેલાડી શરથ કમલે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. એટલે કે આજે ભારતના ખાતામાં ચાર ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ આવ્યો છે. આ સાથે ભારતના ખાતામાં 22મો ગોલ્ડ મેડલ આવ્યો છે. 

ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજની જોડીએ કર્યો કમાલ
મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજની જોડીએ ઈંગ્લેન્ડના લેને બેન અને વેન્ડી સેનની જોડીને 21-15 અને 21-13થી પરાજય આપીને ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. બેડમિન્ટનમાં આજે ભારતનો ત્રીજો ગોલ્ડ મેડલ છે. 

ટેબલ ટેનિસમાં શરથ કમલે જીત્યો ગોલ્ડ
ભારતના અનુભવી પેડલર શરથ કમલે કોમનવેલ્થ ગેમ્સમાં ફરી ગોલ્ડ કબજે કર્યો છે. મેન્સ સિંગલ્સની ફાઇનલમાં શરથ કમલે ઈંગ્લેન્ડના લિયામ પિચફોર્ડને પરાજય આપ્યો છે. કમલે પ્રથમ ગેમ હાર્યા બાદ શાનદાર વાપસી કરી અને સતત ચાર ગેમ જીતીને ગોલ્ડ કબજે કર્યો છે. શરથ કમલે 11-13, 11-7, 11-2, 11-6 અને 11-8થી જીત મેળવી હતી. 

ભારતના ખાતામાં 22મો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ-2022મા પીવી સિંધુલક્ષ્ય સેન, શરથ કમલ અને ચિરાગ-સાત્વિકની જોડીના ગોલ્ડ મેડલ સાથે ભારતના ગોલ્ડ મેડલોની કુલ સંખ્યા 22 પર પહોંચી ગઈ છે. ભારતે 22 ગોલ્ડ 15 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 60 મેડલ કબજે કર્યા છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા-  બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
15. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
18. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
21. અંશુ મલિક- સિલ્વર મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
22. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી- 65 કિલોગ્રામ)
23. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુશ્તી 62 કિલોગ્રામ)
24. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 86 કિલોગ્રામ)
25. દિવ્યા કાકરાન- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 68 કિલોગ્રામ)
26. મોહિત ગરેવાલ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 125 કિલોગ્રામ)
27. પ્રિયંકા ગોસ્વામી- સિલ્વર મેડલ (10 કિમી વોક)
28. અવિનાશ સાબલે - સિલ્વર મેડલ ( સ્ટીપલચેઝ)
29. પુરુષ ટીમ- સિલ્વર મેડલ (લોન બોલ્સ)
30 જસ્મીન લેંબોરિયા- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
31. પૂજા ગેહલોત- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 50 કિલોગ્રામ)
32 રવિકુમાર દહિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
33. વિનેશ ફોગાટ- ગોલ્ડ મેડલ (કુશ્તી 53 કિલોગ્રામ)
34. નવીન કુમાર- ગોલ્ડ મેડલ (કુશ્તી 74 કિલોગ્રામ)
35. પૂજા સિહાગ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી)
36. મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
37. દીપક નહેરા-બ્રોન્ઝ મેડલ (કુશ્તી 97 કિલોગ્રામ)
38 સોનલબેન પટેલ- બ્રોન્ઝ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
39. રોહિત ટોક્સ- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
40 ભાવિના પટેલ - ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
41. ભારતીય મહિલા ટીમ- બ્રોન્ઝ મેડલ (હોકી)
42. નીતુ ઘંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
43. અમિત પંઘલ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
44. સંદીપકુમાર- બ્રોન્ઝ મેડલ (10 કિમી પગપાળા વોક)
45. એલ્ડહોસ પોલ- ગોલ્ડ મેડલ (ત્રિપલ જંપ)
46. અબ્દુલ્લા અબુબકર- સિલ્વર મેડલ (ત્રિપલ જંપ)
47. અન્નુ રાની- બ્રોન્ઝ મેડલ (જેવલિન થ્રો)
48. નિકહત ઝરીન- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
49. અચંત અને જી. સાથિયાન સિલ્વર મેડલ ( ટેબલ ટેનિસ)
50. સૌરવ અને દીપિકા પલ્લીકલ બ્રોન્ઝ મેડલ (સ્કવોશ)
51. કિદાંબી શ્રીકાંત બ્રોન્ઝ મેડલ (બેડમિન્ટન)
52. મહિલા ટીમ - સિલ્વર મેડલ (ક્રિકેટ)
53. ગાયત્રી અને ત્રિશા જોલી બ્રોન્ઝ (બેડમિન્ટન)
54. શરથ કમલ અને શ્રીજા અકુલા ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
55. સાગર અહલાવત સિલ્વર મેડલ (બોક્સિંગ)
56. પીવી સિંધુ- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
57. લક્ષ્ય સેન- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
58. શરથ કમલ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
59. સાત્વિક સાંઈરાજ-ચિરાગ શેટ્ટી- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
60. જી. સાથિયાન- બ્રોન્ઝ મેડલ (ટેબલ ટેનિસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news