પાકિસ્તાની ક્રિકેટરે ઉજવી મહાશિવરાત્રિ, Fans થયા ખુશખુશાલ 

ગઈ કાલે આખા દેશમાં ધામધુમથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી.પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ કરાચીમાં મહાશિવરાત્રિ ઉજવી હતી.

પાકિસ્તાની ક્રિકેટરે ઉજવી મહાશિવરાત્રિ, Fans થયા ખુશખુશાલ 

કરાચી : ગઈ કાલે આખા દેશમાં ધામધુમથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી.પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ કરાચીમાં મહાશિવરાત્રિ ઉજવી હતી. આ પ્રસંગે તે કરાચીમાં આવેલા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા પણ ગયો. આ સમયનો વિડીયો તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર શેર પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ,કનેરિયા ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ (261) લેનારો સ્પિન બોલર છે. આ પૂર્વ સ્પિનર પર 2012થી સ્પોટ ફિક્સિંગને કારણે આજીવન પ્રતિબંધ મૂકાયો છે.

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ધાર્મિક ભેદભાવના અહેવાલો બાદથી ચર્ચામાં આવેલા આ હિંદુ ક્રિકેટરે વીડિયો શેર કરતા લખ્યું કે- મહાશિવરાત્રિ પ્રસંગે કરાચી સ્થિત શ્રી રત્નેશ્વર મંદિરના દર્શન કર્યા. ભગવાન મહાદેવ તમને બધાને ખુશીઓ પ્રદાન કરે…! હર હર મહાદેવ…! આ વીડિયોમાં લોકો ભગવાન શંકરને જળ ચડાવતા અને પૂજા કરતા દેખાઈ રહ્યા છે.

— Danish Kaneria (@DanishKaneria61) February 21, 2020

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના 67 વર્ષના ક્રિકેટ ઈતિહાસને જોઈએ તો અહીં અત્યાર સુધીમાં માત્ર 2 જ હિંદુ ક્રિકેટર રમી શક્યા છે. કનેરિયા પહેલા અનિલ દલપત પાક ટીમમાં રમનારો પહેલો હિંદુ ખેલાડી હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news