ICC T20 Ranking: ICC રેન્કિંગમાં શુભમન ગિલએ લગાવી મોટી છલાંગ

ICC T20 Ranking: ICCએ હાલમાં જ T-20 રેન્કિંગનું લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઘણો ફાયદો થયો છે.

ICC T20 Ranking: ICC રેન્કિંગમાં શુભમન ગિલએ લગાવી મોટી છલાંગ

ICC T20 Ranking:  8 ફેબ્રુઆરીએ જાહેર કરેલા ICCની ટી-20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને મોટો ફાયદો થયો છે.  ICCની ટી-20 રેન્કિંગમાં હાર્દિક પંડ્યા વિશ્વનો બીજા નંબરનો ઓલરાઉન્ડર છે. આ સાથે જ શુભમન ગીલે પણ રેન્કિંગમાં જબરદસ્ત વધારો કર્યો છે.  હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે હાલમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં જીત મેળવી છે. ભારતીય ટીમે સિરીઝ પર 2-1થી કબજો કર્યો છે. ત્યાર બાદ ICCએ ટી-20 રેન્કિંગ જાહેર કરી છે. જેમાં હાર્દિક પંડ્યાને સારો એવો ફાયદો થયો છે. હાર્દિક પંડ્યા પાસે હાલ ટી-20 રેન્કિંગમાં 250 અંક છે. હાર્દિક પંડ્યા હવે માત્ર બાંગ્લાદેશના શાકિબ અલ હસનથી જ પાછળ છે. 
  
આ પણ વાંચો :

સૂર્યકુમાર યાદવ ટી-20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. મોહમ્મદ રિઝવાન  836 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે.  તે જ  સમયે રાશિદ ખાન ICC ટી-20 રેન્કિંગમાં નંબર વન બોલર છે. તેમના પછી શ્રીલંકાના વાનિન્દુ હસરંગાનું નામ આવે છે આ સાથે યુવા બોલર અર્શદીપ સિંહે પણ પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ સ્થાન હાંસલ કર્યું છે. તે 8 સ્થાનના ફાયદાની સાથે 13મા સ્થાને પહોંચી ગયો છે. અર્શદીપે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. 
   

ICCની ટી-20 રેન્કિંગમાં ગિલની મોટી છલાંગ
 
ICCની  બેટ્સમેનોની T20I રેન્કિંગમાં હાલમાં જોરદાર પ્રદર્શન કરી રહેલા શુભમન ગિલે કારર્કિદીના  સર્વશ્રેષ્ઠ 30મા સ્થાને પહોંચવા માટે 168 સ્થાનનો જંગી છલાંગ લગાવી છે. ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં રમાયેલી ટી-20માં શુભમન ગિલે 63 બોલમાં 126 રનની અણનમ ઈનિંગ રમી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news